ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીના સ્વાગત માટે રૂ. 3.7 કરોડના ફૂલથી થશે ડેકોરેશન

PC: ndtvimg.com

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે એની તડામાર તૈયારી ચાલી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ કોર્પોરેશને ફ્લાવર બ્યુટિફિકેશન પાછળ રૂ.3.7 કરોડનો ખર્ચો કર્યો છે. ચિમનભાઈ પટેલ બ્રીજથી લઈને ઝુંડાલ સર્કલ સુધી તેમજ છેક મોટેરા સ્ટેડિયમ સુધી એમના સ્વાગત માટે વાપરવામાં આવતા ફૂલનો ખર્ચ રૂ.3.7 કરોડ થયો છે.

ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં નક્કી થયું અને ડેકોરેશન માટેની મંજૂરી પણ મળી ગઈ છે. આ કમિટીમાં બે પ્રપોઝલ પાસ કરવામાં આવી છે. જે ટ્રમ્પના સ્વાગત માટેના બ્યુટીફિકેશનની છે. ચિમનભાઈ પટેલ બ્રીજથી મોટેરા સુધીના રૂટના ડેકોરેશન માટે રૂ.1.73 કરોડ જ્યારે અન્ય પ્રપોઝલ ચિમનભાઈ પટેલ બ્રીજથી ઝુંડાલ સર્કલ માટે 1.97 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. મેટ્રો રૂટની અંદર આવતી જગ્યાને એક ગ્રીન સ્પેસ તરીકે વિકસીત કરવામાં આવશે. હાલમાં આ રૂટ પર તૈયારીઓ ચાલી રહી છે. જે રીતે જિનપિંગ વખતે એક સાંસ્કૃતિક ઝલક તૈયાર કરવામાં આવી હતી. એ જ રીતે એક નવા જ અંદાજથી સાંસ્કૃતિક ઝાંખી માટે આયોજન થઈ રહ્યું છે.

અમદાવાદ કોર્પોરેશનમાંથી જાણવા મળ્યું હતું કે, રૂટ પર પૂરતી લાઈટિંગ વ્યવસ્થા અને પોર્ટેબલ શૌચાલય માટેની પ્રપોઝલને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જેનો ઉપયોગ આ બંને રૂટ પર થશે. ખાસ કરીને લાઈટિંગ એન્ડ ડેકોરેશનને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બંને રૂટ પર પૂરતા પ્રમાણમાં લાઈટિંગ વ્યવસ્થા હશે. આ એક થિમ બેઈઝ લાઈટિંગ હશે જે સમગ્ર રૂટ એટલે કે છેક મોટેરા સ્ટેડિયમ સુધી જોવા મળશે. આ રૂટ પર સ્ટેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના પર સ્વાગત વખતે કલાકારોનું ગ્રૂપ પર્ફોમ કરશે. સમગ્ર રૂટ પર આ પ્રકારના સ્ટેજ અને થીમ બેઈઝ લાઈટિંગ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp