વસ્તી વધારાને લઇ હવે અમદાવાદ મહાનગરપાલિકા જન જાગૃતિ માટે કામ કરશે

PC: prahaar.in

અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદના ઝડપથી વિકાસ માટેના તમામ પ્રયત્નો કરી રહી છે. અમદાવાદને સ્વચ્છ બનાવતા માટે AMC અને પોલીસની સંયુક્ત કામગીરી પણ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઇને જાગૃતિ આવે તે માટે અલગ અલગ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. તો બીજી તરફ સાબરમતીમાં ગંદકી દૂર કરવા માટે સાબરમતી સફાઈ અભિયાન AMC દ્વારા શરૂ કરવામાં આવ્યું હતુ. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં વસ્તી વધારાને લઈને પણ જન જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કરવામાં આવશે.

ગઈ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન સંબોધન સમયે દેશમાં વધી રહેલી વસ્તી અને દુષિત પાણીના મુદ્દાનો ઉલેલ્ખ કર્યો છે. ત્યારે અમદાવાદના મેયર બીજલ પટેલે આ બાબતે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકા પોતાના માટે થઇને અને નગરજનો માટે થઇને જળ સંચય માટે વધારેમાં વધારે પાણી રીસાયકલ કરી વાપરવામાં આવે અને પાણીને બચાવવામાં આવે તે માટે પ્રયાસો હાથ ધરશે અને તેના માટેની ચોક્કસ નીતિ પણ બનાવામાં આવશે.

વસ્તી વિસ્ફોટ બાબતે જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વહીવટી પાંખ અને નગરજનોને આ બાબતે અવેર કરવામાં આવશે અને તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp