AMC કરે છે લોકોના પૈસાનું પાણી 70 RSના પેટ્રોલના કર્મચારીને 87 RS ચૂકવે છે

PC: livemint.com

અમદાવાદ મહાનગરપાલિકા લોકોના રૂપિયાનો ધુમાડો કરી રહી છે. ક્યારેક સરકારી અધિકારીઓ માટે લેપટોપ આપવામાં આવતા હોય છે, તો ક્યારેક સત્તાધીસો માટે કારની ખરીદી કરવામાં આવે છે. આમ પ્રજાના પૈસા બેફામ વપરાય છે. ત્યારે વધુ એક વાર જનતાના પરસેવાના પૈસાનો વેડફાટ કરતો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓને લીટર દીઠ આપવામાં આવતા પેટ્રોલની રકમમાં પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જેથી હવે કર્મચારીઓને એક લીટર પેટ્રોલના 87.20 રૂપિયા ચૂકવવામાં આવશે. માર્કેટમાં પેટ્રોલના 70 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે અને AMC તેમના કર્મચારીઓને 17 રૂપિયા વધારે ચૂકવી રહી છે. આ રકમમાં વધારો કર્યા પહેલા 82 રૂપિયા કર્મચારીઓને પેટ્રોલના આપવામાં આવતા હતા. આ બાબત પર સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે, પેટ્રોલના માર્કેટમાં ભાવ 70 રૂપિયા હોવા છતાં અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારીઓને શા માટે પેટ્રોલના 17 રૂપિયા વધારે ચૂકવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વિકાસના કામ કરવા માટે જનતા પાસેથી ટેક્ષની રકમ લેવામાં આવે પરંતુ જનતાના પૈસા વિકાસના કામમાં વપરાવાના બદલે આ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વેડફી નાંખવામાં આવે છે. ચોમાસામાં રસ્તા પર પડેલાના ખાડાના કારણે બે-બે વ્યક્તિઓના મોત થાય છે અને ત્યારે તાત્કાલિક રસ્તાઓ સરખા કરવાના બદલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ગ 2 અને વર્ગ 3ના કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp