સાબરમતી નદીમાંથી બંધ થયેલી 500-1000ની નોટોના બંડલ મળી આવ્યા

PC: cornellpolicyreview.com

નોટબંધીને અઢી વર્ષથી વધારે સમય પસાર થઇ ગયો હોવા છતાં 500 અને 1000 ની જૂની ચલણી નોટો મળી આવવાનો સિલસિલો હજી યથાવત છે. ગુરૂવારે અમદાવાદમાં સાબરમતી નદીમાંથી 500 અને 1000ની જૂની બંધ થઇ ગયેલી નોટોના બંડળ મળી આવ્યાં હતા. પોલીસ પ્રમાણે, આ નોટોની કિંમત 13 લાખની આસપાસ છે.

જો કે આ નોટો ક્યાંથી આવી તેની કોઇ માહિતી પોલીસને મળી નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ નોટોને હાલ જપ્ત કરી લીધી છે અને પોલીસે રિવરફ્ર્ન્ટ વિસ્તારમાં શોધ શરૂ કરી છે.

આ જૂની બંધ થઇ ગયેલી 500-1000ની નોટો આ રીતે નદીમાંથી મળી આવતાં ઘણાં સવાલો પણ ઉભાં થયા છે. આ પહેલા RBI એ દાવો કર્યો હતો કે 500 અને 1000ની તમામ બંધ થઇ ગયેલી નોટો બેંકમાં પરત આવી ગઇ છે. તો સવાલ એ ઉભાં થઇ રહ્યાં છે કે આ જૂની નોટો હવે ક્યાંથી આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ આ 500 અને 1000ની નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp