અમદાવાદમાં CMના કોન્વોયની આગળથી નીકળવુ વાહનચાલકને પડ્યું મોંઘુ, મળી આ સજા

PC: Twitter.com

મહાનગર અમદાવાદમાં એક એવી ઘટના બની છે કે, એક વાહનચાલકને મુખ્યમંત્રીના કોન્વોય આગળથી પસાર થવું મોંઘુ પડ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પાસેથી પસાર થવાના હતા. એવામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસ જ્યારે ડ્યૂટી પર હતી ત્યારે મુખ્યમંત્રીના કાફલા આગળ એક ચાલક ડબલ સવારીમાં જતો હતો. એરપોર્ટ પાસે આવેલા હાંસોલ તલાવડી સર્કલ નજીક પોલીસ કોન્વોયની વોર્નિંગ કારે આગળ સાઈડમાં જવાનું ચાલકને કહ્યું હતું. પણ તેણે બુમાબુમ કરીને પોલીસની ફરજમાં અડચણ ઊભી કરી હતી.

જેથી બંને સામે પોલીસે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. આ સમયે એરપોર્ટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શૈલષભાઈ પોતાની ડ્યૂટી પર હતા. એ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાંથી નીકળવાના હતા. તેઓ VIP બંદોબસ્તમાં હાંસોલ તલાવડી સર્કલ નજીક હતા. એ સમયે મુખ્યમંત્રીનો કાફલો વોર્નિંગ કાર સાથે આગળથી પસાર થતો હતો. એ સમયે શૈલેષભાઈએ ચાલકને સાઈડમાં આવવાનું કહ્યું. પણ ડબલ સવારીમાં જઈ રહેલા આ વ્યક્તિએ અચાનક બૂમો પાડવાનું ચાલુ કરી દીધું. અમને કેમ રોકે છે એવું કહીને તે રસ્તા પર ઊભો રહી ગયો હતો. આ મામલે પોલીસે રવિ તલરેજા અને વિક્કી તલરેજા સામે ફરિયાદ નોંધી છે. મુખ્યમંત્રી રસ્તા પરથી નીકળવાના હોવાથી કોઈ રીતે ટ્રાફિક જામ ન થાય એ માટે બંનેને હાંસોલ પોલીસ ચોકીએ લઈ જવાયા હતા. પછી પોલીસે મુખ્યમંત્રીના કાફલા આગળ વાહન ચલાવનાર સામે પોલીસની ડ્યૂટીમાં વિધ્ન ઊભું કરવાને લઈને ફરિયાદ નોંધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તા પર આવ્યા બાદ તેમણે સૂચના આપી હતી કે, જ્યાંથી તેઓ પસાર થવાના હોય ત્યાં અગાઉ કલાકોથી ટ્રાફિક બંધ કરાવવા કે હેરાન થાય એવું કંઈ કરવું નહીં.

આ કેસમાં પોલીસે બે યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. કોન્વોયની વોર્નિંગ કાર નીકળી હોવા છતાં બે વ્યક્તીઓ નીકળી પડ્યા હતા. પોલીસે એમને કાયદાનું ભાન કરાવ્યું છે. આ ઘટનાને લઈને પોલીસે પણ પગલાં લીધા છે. આ કેસની ચર્ચા સમગ્ર એરપોર્ટ ચોકીમાં થઈ રહી છે. વાહનચાલકો VIPના કાફલાને કારણે હેરાન પરેશાન ન થાય એ માટે એક એલર્ટ કાર આગળ નીકળે છે પછી કાફલો પસાર થાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp