અમદાવાદને શાકભાજી પૂરું પાડતી શાકમાર્કેટ આટલા દિવસ બંધ રહેશે, કારણ કોરોના નથી

PC: apmcahmedabad.com

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. રાજ્ય સરકાર કોરોનાના કાબુમાં લેવા માટે ઘણા પ્રયાસો કરે છે. તેવામાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ઘણી જગ્યાઓ પર દુકાનો અને શાક માર્કેટ પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયેલા છે. તેવામાં હવે અમદાવાદમાં લોકોને શાકભાજીની અછતનો સામનો કરવાનો વારો આવી શકે છે. તેનું મુખ્ય કારણ અમદાવાદની સૌથી મોટી APMC માર્કેટ કહેવાતી જમાલપુરની AMPC માર્કેટ વેપારીઓએ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માર્કેટ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓએ કોરોનાના સંક્રમણના કારણે નહીં પણ તંત્રએ તમામ વેપારીઓને ધંધો કરવાની મંજૂરી ન આપતા લેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદની જમાલપુર APMC માર્કેટના 159 વેપારીઓએ સાથે મળીને માર્કેટને 15 જૂલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ મોટાભાગે શાક જમાલપુર APMC માર્કેટમાંથી વેચવા માટે લાવે છે. જમાલપુર APMC માર્કેટ 15 જૂલાઈ સુધી બંધ રહેવાના કારણે શહેરમાં શાકભાજીની સપ્લાયમાં ઘટાડો થશે. શાકભાજીની સપ્લાયમાં ઘટાડો થવાથી માંગમાં વધારો થશે અને લોકોને શાકભાજીના વધારે ભાવ ચૂકવવા પડશે.

15 જૂલાઈ સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવાનું મુખ્ય કારણ એ છે કે, જમાલપુર AMPC માર્કેટમાં 159 વેપારીઓ ધંધો કરે છે અને કોરોનાની મહામારીના કારણે તંત્ર દ્વારા માત્ર 33% વેપારી એટલે કે, 53 વેપારીને ધંધો કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેથી વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તંત્રના આ નિર્ણયના કારણે એક વેપારીને ત્રણ દિવસમાં એક જ વખત ધંધો કરવાની છૂટ મળશે જેના કારણે તેમને નુકશાનો સામનો કરવાનો વારો આવી શકે છે. તંત્રની સામે તમામ વેપારીઓને APMC માર્કેટમાં ધાંધો કરવા દેવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વેપારીઓએ 29 જૂનના રોજ હડતાલ કરી હતી અને હવે વેપારીઓઆ હડતાલને 15 જૂલાઈ સુધી શરૂ રાખવાનો નિર્ણય કર્યો છે.

વેપારીઓની હડતાલના કારણે શાકભાજીના ભાવમાં ખૂબ વધારો થયો છે. અમદાવાદમાં દૂધી, ચોળી, પરવર, ભીંડા અને કારેલા સહિતના શાકભાજીના ભાવ પ્રતિકિલો 80થી 90 રૂપિયા થઇ ગયો છે. માંગની સાથે શાકભાજીના પૂરવઠામાં ઘટાડો થવાના કારણે રાતોરાત શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. મહત્ત્વની વાત છે કે, કોરોનાની મહામારી વચ્ચે જમાલપુર AMPC માર્કેટના જેતલપુરમાં ખસેડવામાં આવ્યું હતું અને રથયાત્રા બાદ ફરીથી જમાલપુર APMC માર્કેટને શરૂ કરવાનો તંત્રએ નિર્ણય કર્યો હતો પરંતુ નિયમોની સામે હવે APMC માર્કેટના 159 વેપારીઓએ બાયો ચઢાવી છે અને 15 જૂલાઈ સુધી હડતાલનું એલાન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp