અમદાવાદનો આ પુલ દિવાળીથી 20 દિવસ સુધી બંધ રહેશે, જાણો કારણ

PC: youtube.com

અમદાવાદમાં સુભાષબ્રીજનો ઉપયોગ કરતા વાહન ચલાકો માટે માઠા સમાચાર આવી રહ્યા છે. મહાનગરપાલિકાએ લીધેલા એક નિર્ણયના કારણે અમદાવાદના મોટા ભાગના વાહન ચાલકો સુભાષબ્રીજનો ઉપયોગ 20 દિવસ કરી શકશે નહીં. જેથી આ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

એક રિપોર્ટ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સુભાષબ્રીજના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રીજના સમારકામ માટે 20 દિવસ બ્રીજને બંધ રાખવામાં આવશે. સુભાષબ્રીજ બંધ રહેતા વાહન ચાલકોને મુશ્કેલી ન પડે તે માટે ડાયવર્ઝન આપવાનની વાત પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.

સાબરમતી નદી પર બનાવવામાં આવેલો સુભાષબ્રીજ 56 વર્ષ જૂનો છે. હાલ આ બ્રીજની સ્થિતિ જર્જરિત થઇ ગઈ છે અને તેને ભયજનક બ્રીજની કેટેગરીમાં સામેલ કરવામાં આવતા કોઈ દુર્ઘટના થાય તે પહેલા જ મહાનગરપાલિકા દ્વારા બ્રીજના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુભાષબ્રીજનું નિર્માણ સાબરમતી નદી પર 1962ની સાલમાં કરવામાં આવ્યું હતું. હાલ સુભાષબ્રિજનાં ઍક્સ્પાન્શન ગેપ પહોળા થઇ ગયા છે. સુભાષબ્રીજમાં લગાડવામાં આવેલા નાના-મોટા બેરીંગ વચ્ચે 40 MMનો ઍક્સ્પાન્શન ગેપ રાખવામાં આવે છે, તે વધીને 60 MMથી વધુ થઇ ગયો છે. આ ઍક્સ્પાન્શન ગેપ વધવાના કારણે બ્રીજના ઉપરના ભાગના તિરાડ પડી છે. આ તિરાડ બ્રીજ પરથી પસાર થતા વાહન ચાલકો માટે ભયજનક સાબિત થતા બીજના સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિવાળીના દિવસથી લઇને 20 દિવસ આ બ્રીજને બંધ રાખવામાં આવશે. આ 20 દિવસની અંદર બ્રીજના ઍક્સ્પાન્શન જોઇન્ટ અને બેરિંગ બદલવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા પછી બ્રીજનું નીરીક્ષણ કરી તેને ફરીથી શરૂ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp