પતિએ પત્ની જીવતી સળગાવી છતાં, પત્નીએ પતિની સજા માફ કરાવી

PC: newsfromnadia.in

અમદાવાદમાં એક પતિએ આઠ વર્ષ પહેલા તેની પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પતિ અને તેના પરિવારજનોએ પરિણીતા પર કેરોસીન નાંખીને આગ ચાંપી હતી, જેના કારણે પત્ની ગંભીર રીતે દાઝી હતી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે પતિ પર પોલીસ કેસ થયો અને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, આ ઘટનામાં સદનસીબે પરિણીતા બચી ગઈ હતી અને ઘટનાના આઠ વર્ષ પછી પત્નીએ કોર્ટમાં રજૂઆત કરી છે કે, તેના પતિની સજાને માફ કરવામાં આવે.

મળતી માહિતી અનુસાર, 8 વર્ષ પહેલા નૂરજહાં કચોટ પર તેના સાસરિયાઓએ ભેગા થઇને કેરોસીન છાંટ્યું હતું અને નૂરજહાં કચોટના પતિએ જ આગ ચાંપી હતી. આ સમગ્ર ઘટનામાં નૂરજહાં કચોટ ગંભીરરીતે દાઝી ગઈ હતી. ઘટનાને પગલે લોકો એકઠાં થઇ ગયા હતા અને દાઝી ગયેલી નૂરજહાંને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સદનસીબે તેનો સારવારબાદ બચાવ થયો હતો.

સારવાર લીધા પછી નૂરજહાંએ ન્યાય મેળવા માટે ડિસ્ટ્રીક કોર્ટમાં પતિ સામે કેસ કર્યો હતો. પુરાવાના આધારે કોર્ટ દ્વારા પતિને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો અને હાઈકોર્ટ દ્વારા પતિને જામીન આપવામાં આવ્યા હતા. જામીન મળ્યા પછી બંને પતિ-પત્ની વચ્ચે સમાધાન થઇ ગયું હતું અને તેઓ સુખેથી રહેવા લાગ્યા હતા. આ સમગ્ર મામલે ફરીથી 6 વર્ષ પછી હાઈકોર્ટમાં જ્યારે આ કેસની સુનાવણી હાથ ધારવામાં આવી ત્યારે નૂરજહાંએ હાઈકોર્ટમાં પતિની સજાને માફ કરવાની અરજી દાખલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp