પશુપાલકોની મુશ્કેલી વધી, અમુલે ખરીદ દૂધના ભાવમાં ઘટાડો કર્યો

PC: Youtube.com

ગુજરાતમાં દુષ્કાળના ડાકલા વચ્ચે પશુપાલકો ઘાસચારાની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે ત્યારે અમુલે પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દૂધના ભાવમાં ફરીથી ઘટાડો કરતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂ. 30 અને ગાયના દૂધમાં પ્રતિ કિલોએ લગભગ રૂ. 9નો ઘટાડો કરવામાં આવ્યો છે.

રાજયમાં ચોમાસામાં વરસાદ ઓછો પડતા દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઈ છે. જેથી સરકાર દ્વારા રાજયના અનેક તાલુકાઓમાં અછતની જાહેરાત કરવામાં આવી છે. તેમજ રાહતદરે ઘાસચારો આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઓછા વરસાદના કારણે ઘાસચારો અને પાણીની સમસ્યાના કારણે કચ્છના અનેક પશુપાલકોએ હિજરત કરી છે. બીજી તરફ તંત્ર દ્વારા પુરતા પ્રમાણમાં ઘાસચારો નહીં મળતા પશુપલાકોની મુશ્કેલી વધી છે. દરમિયાન લાંભ પાંચમના શુભ દિવસે જ પશુપાલકો માટે માઠા સમાચાર આવ્યા છે. અમુલે પશુપાલકો પાસેથી ખરીદવામાં આવતા દુધના ભાવમાં ફરી એકવાર ઘટાડો કર્યો છે. હવે ભેંસના દૂધના પ્રતિકિલો ફેટના હવે રૂ. 590 ચુકવવામાં આવશે. પહેલા ભેંસના દૂધના રૂ. 610 ચુકવવામાં આવતા હતા. આવી જ રીતે ગાયના દૂધના પશુપાલકોને પ્રતિકિલો ફેટે રૂ.  277.30 મળતા હતા. પરંતુ હવે નવા ભાવ પ્રમાણે રૂ. 268.20 ચૂકવવામાં આવશે. અગાઉ પણ દૂધના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો ત્યારે પશુપાલકોએ નારાજગી વ્યક્ત કરીને ભાવ વધારવા માટે માંગણી કરી હતી.  

દુષ્કાળના સમયમાં જ દૂધના ભાવમાં ફરીથી ઘટાડો કરવામાં આવતા પશુપાલકોમાં રોષ ફેલાયો છે. દૂધ મંડળીના આગેવાનના જણાવ્યા અનુસાર દૂધના ભાવ ઘટાડા માટે તેની આવક જવાબદાર છે. હાલ 28 લાખ લીટર દૂધની અમુલમાં આવક થાય છે. પશુપાલકો માટે રૂ. 30 પૈકી રૂ. 20 બચતમાં રહેશે. પશુપલકોને પ્રતિકિલો ફેટે માત્ર રૂ. 10 જ ઓછા મળશે. અમુલનો ભાવ અન્ય દૂધ સંધ કરતા સૌથી વધારે છે. અન્ય સંઘોના ભાવ રૂ. 600ની અંદર છે. આ ઉપરાંત દાનના ભાવમાં વધારો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp