રાજ્યપાલના પદને બેન સ્વીકારશે? ગુજરાતના રાજકારણમાંથી વિદાય, ટેકેદારોમાં નિરાશા

PC: Zee News.com

ગુજરાતના ્પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂંક પામેલા ગુજરાત ભાજપના કદાવર મહિલા નેતા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવતા તેમના ટેકેદારોમા નિરાશા વ્યાપેલી જોવા મળી છે. ગુજરાત ભાજપમાં એકચક્રી રીતે સંગઠન અને સરકારમાં મહત્વનો હોદ્દો સંભાળનારા આનંદીબેન રાજ્યપાલના પદને  સ્વીકારશે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 

આમ તો રાજ્યપાલનો હોદ્દો નેતા માટે સક્રીય રાજકારણમાંથી નિવૃત્તિ સમાન જોવામાં આવે છે. આનંદીબેન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં પક્ષ જે જવાબદારી સોંપશે તે સ્વીકારીશ પરંતુ ગુજરાતમાંથી કશે જવાની નથી. હવે આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવામાં આવતા આનંદીબેન પટેલ પોતાની વાતને વળગી રહેશે કે કેમ તે એક પ્રશ્ન છે. આનંદીબેન પટેલ માટે એવું કહેવાય છે કે તેઓ એક વખત વિચારી લે છે પછી આગળ પાછળ જોતા નથી અને રાજકારણમાં તેમને અેક મુત્સદ્દી તરીકે જોવામાં આવે છે.

ખાસ કરીને આનંદીબેનને ગુજરાતભરના ટેકેદારોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ભાજપમાં અનેક એવા લોકો છે જેઓ તેમના પર નિર્ભર રહે છે. આવા તેમના ટેકેદારોમાં આ નિમણૂંક હતાશાના સમાચાર લાવનારી બની રહે તેવું લાગી રહ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp