અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરતા પ્રેમીપંખીડાઓને બજરંગદળના લોકોએ ભગાડયા

PC: youtube.com

આજે વિશ્વભારમાં પ્રેમીપંખીડાઓ વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરતા હોય છે, ત્યારે અમદાવાદમાં વેલેન્ટાઇન-ડેની ઉજવણી કરતા પ્રેમીયુગલોને બજરંગદળના કાર્યકર્તાઓએ ભગાડીને વિરોધ નોધાવ્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ પર કેટલાક પ્રેમીપંખીડાઓ બેઠા હતા ત્યારે બાઈક પર આવેલા કેટલાક બજરંગદળના કાર્યકર્તાઓએ પ્રેમીપંખીડાઓને દોડાવ્યા હતા. બજરંગદળના કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કરીને બેનર દર્શાવીને વિરોધ કર્યો હતો. બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારનો વિરોધ માત્ર આ વર્ષે જ નહીં પણ દર વર્ષે કરવામાં આવે છે.

આ બાબતે બજરંગદળના કાર્યકર્તા જીતુ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે લોકો વેલેન્ટાઇન-ડેનો વિરોધ કરવા માટે નહોતા આવ્યા. પણ વેલેન્ટાઇન-ડેના નામે જે અશ્લિલતા ફેલાવવામાં આવે છે અને હિંદુ દીકરીઓને લવ જેહાદમાં ફસાવવામાં આવે છે. તેના જનજાગૃતિ અભિયાન રૂપે અમે અહિયાં આવ્યા હતા અમે પ્રેમનો વિરોધ કરવા માટે નહીં આવ્યા. અમને વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય પર ઘણી એવી ફરિયાદો મળે છે કે, હિંદુ દીકરીઓને લલચાવી ફોસલાવીને અને પ્રેમના ફસાવીને ઉપાડી જાય છે અને તેમાં ઘણા પરિવાર બરબાદ થઇ ગયા છે. તેના સંદર્ભમાં અમે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વેલેન્ટાઇન-ડેનો અને આવી પશ્ચિમી સંસ્કૃતિ હિંદુ સમાજમાં પાપ ફેલાવવાનું ષડ્યંત્ર કરે છે, તેનો અમે વિરોધ કરીએ છીએ. બધી સંસ્કૃતિનો વિરોધ નથી કરતા.

ઉલ્લેખનીય છે કે, માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશના અલગ-અલગ રાજ્યોમાં બજરંગદળ દ્વારા વેલેન્ટાઇન-ડેનો વિરોધ અલગ-અલગ પ્રકારે કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp