અમદાવાદ ભાજપના ક્યા ધારાસભ્ય ગેરકાયદે બાંધકામ કરવી રહ્યા છે?

PC: ytimg.com

કાયદો બધા માટે સમાન છે આવું વાક્ય માત્ર કાયદાના પુસ્તક પૂરતું સીમિત રહ્યું છે.અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્યના રાકેશ શાહ જ ફેલટમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે તેવી ફરિયાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી છે.

એલિસબ્રિજના ધારાસભ્ય રાજેશ શાહનું સત્તાવાર સરનામું નવા વિકાસ ગૃહ રોડ પાલડી નવદર્શન ફ્લેટનું છે, હાલમાં આ ફ્લેટનું રીડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ભુપેન્દ્ર શાહ નામની વ્યક્તિએ કોર્પોરેશન સામે કરેલી ફરિયાદ પ્રમાણે આ ફ્લેટમાં પાર્કિગની જગ્યામાં ફ્લેટ બાંધી દેવામાં આવ્યા છે, જ્યારે માર્જિનની જગ્યા પંદર ફૂટ છોડવી પડે તેના બદલે માત્ર પાંચ ફૂટનું જ માર્જિન છોડવામાં આવ્યું છે.

ભુપેન્દ્ર શાહે કોર્પોરેશન સામે માંગણી કરી છે, કે આ ફેલટમાં ધારાસભ્ય રહેતા હોવાને કારણે તમામ નિયમો બાજુ ઉપર મૂકી દેવામાં આવ્યા છે, આ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે અને બાંધકામ અટકાવી, મકાનના ઉપયોગની પરવાનગી આપવામાં આવે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp