5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર બાદ હવે BJPના નેતાઓ ગુજરાતમાં થયા સક્રિય

PC: Khabarchhe.com

રાજસ્થાન સહિત 5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારની કામગીરી પૂર્ણ કરીને પરત ફરેલા ભાજપના નેતાઓ અને પદાધિકારીઓએ હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. જે અંતર્ગત બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની લોકસભા બેઠકની સમીક્ષા કરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થઈ હતી. જેથી ગુજરાત ભાજપના નેતાઓને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાત ભાજપના નેતાઓ પોતાના સમર્થકો સાથે જે તે રાજ્યમાં ચૂંટણી પ્રચાર અર્થે ગયા હતા. ચૂંટણી પ્રચાર પૂર્ણ કરીને તેનાઓ પરત ગુજરાત ફર્યા છે.

ગુજરાતમાં પરત ફર્યા બાદ ભાજપના નેતાઓ લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોડાયા છે. નેતાઓએ રાજ્યની હાલની પરિસ્થિતિનો તાગ મેળવીને લોકસભાની ચૂંટણી માટે વ્યૂહ રચના ઘડી કાઢવા માટે બેઠકનો દોર શરૂ કર્યો છે. મુખ્યપ્રધાનના નિવાસસ્થાને લોકસભા ચૂંટણી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મુખ્યમંત્રી સહિતના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ દક્ષિણ ગુજરાતની વલસાડ, નવસારી, સુરત, બારડોલી અને ભરૂચ બેઠકની સમિક્ષા કરી હતી. આ પહેલા સૌરાષ્ટ્રની લોકસભા બેઠકની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. હાલ પાટીદાર સમાજ, ખેડૂતોની નારાજગી સહિતના પ્રશ્નોથી ઘેરાયેલી ભાજપ સરકારને બહાર કાઢવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હાલ ભાજપના નેતાઓ દ્વારા બેઠકનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp