શું વજુ વાળા CM નહીં બને? રાજપુતોની અસર વાળી 37 બેઠક જીતવા કાર્ડ ખેલાયું?

PC: Udayavani.com

ગુજરાતમાં રાજપુતો કેસરીયા કરીને જંગે ચઠ્યા છે. પદ્માવતી ફિલ્મ, ભાવનગરમાં ભાજપના પ્રમુખ સામે વિરોધ, પરેશ રાવલે કરેલાં ઉચ્ચારો એમ ત્રણ મુદ્દા સાથે તેઓ ભાજપ સામે જંગે ચઢેલા છે. તેમાં બે મુદ્દા અંગે તો તેમણે વિજય મેળવી લીધો છે. તેઓ સરકાર દ્વારા થયેલા અન્યાય અંગે હજુ પણ જંગ લડી રહ્યાં છે. જેમાં ગુજરાતની બીજા તબક્કાની 92 બેઠક માંથી 37 બેઠક પર સમસ્ત રાજપુત સમાજના પ્રભુત્વ ધરાવતી બેઠકો આવેલી છે. જેના ઉપર ભાજપની કોઈ પકડ રહી નથી. તેથી રાજપુત એવા વજુભાઈ વાળાનું નામ મુખ્યમંત્રી તરીકે ચલાવવમાં આવ્યું છે.

નારાજ રાજપુતોને મનાવવા માટે આ કારસો રચવામાં આવ્યો છે. ભાજપ બહુમતી મેળવે તો અમિત શાહ મુખ્યમંત્રી ગમે ત્યારે બની શકે છે. પણ વજુભાઈ વાળાને તો રાજકીય સજા રૂપે રાજ્યપાલ બનાવાયા છે. તેમને અમિત શાહ અને વાળાના કટ્ટર હરીફ વિજય રૂપાણી ક્યારેય મુખ્યમંત્રી બનીવે નહીં. એવું ભાજપના નેતાઓ સ્પષ્ટ પણે કહી રહ્યાં છે. સમસ્ત રાજપુત સમાજના 22 ફારકાઓની આંખમાં ધુળ નાંખવા માટે વજુભાઈ વાળાની માત્ર અફવા છે. પ્રથમ મહિલા મુખ્ય મંત્રી આનંદીબેનને ઉંમરના કારણે હઠાવવામાં આવતાં હોય તો વજુભાઈ વાળાને 77 વર્ષ થયા છે તેને કઈ રીતે તેમને મુખ્યમંત્રી બનાવે ?

 વજુ વાળાને કર્ણાટકનાં રાજ્યપાલ બનાવી ગુજરાતનાં સક્રીય રાજકારણથી દુર કરી દેવામાં આવ્યા છે. પાટીદાર ફેકટર ભાજપની વિરુધ્ધમાં જઈ રહ્યો હોવાથી મેનેજમેન્ટ ક્રાઈસિસનાં ભાગરૂપે વજુ વાળાને સીએમ તરીકે પ્રોજેકટ કરી રાજપુત સમાજને પોતાની તરફ કરવાનું રાજકીય ગણિત ભાજપ દ્વારા અપનાવવામાં આવી રહ્યું હોવાનું જણાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp