ભાજપમાં બળવો થતાં હારની બીકે આ નેતાઓને બરતરફ કરાયા

PC: india.com

નગરપાલિકાની 17મીએ યોજાય રહેલી ચૂંટણીમાં ભાજપે ઘણા બળવાખોરોને પક્ષમાંથી બરતરફ કરીને બગડેલાં વાતાવરણને સુધારવાનો પ્રયાસ ઘણી જગ્યાએ કર્યો છે. જેમાં છોટાઉદેપુર નગરપાલિકામાં પક્ષ સામે ઉમેદવારી કરીને બળવાનું રણશીંગુ ફૂંકનારા 7 નેતાઓને પક્ષમાંથી રહી રહીને હાંકી કાઢવાનો નિર્ણય ગાંધીનગરથી મંજૂરી મેળવીને કરાયો છે.

બરતરફ કરાયેલાં 7 નેતાઓ ભાજપ સામે ઉમેદવારી કરીને ચૂંટણી લડી રહ્યાં છે. તેમને છ વર્ષ સુધી દૂર કરીને જરૂર પડે તો પક્ષમાં ફરી લેવામાં આવશે. જેમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ પ્રશાંત પટેલ, શહેર યુવા મોરચાના પ્રમુખ વંદન જે પંડ્યા, ભાજપ શહેર મહિલા મોરચાના મંત્રી સોનલ ધોબી, જિલ્લા કારોબારી સભ્ય મધુસુદન જોષી, વિજય નારણ રાઠવા, કપીલા રાઠવા વગેરેનો સમાવેશ થાય છે. જેમાં ભાજપના ટોચના નેતાઓના સંતાન પણ છે. આમ પક્ષમાં શરૂ થયેલી યાદવાસ્થળી શાંત પાડવાની કોશીષ કરી છે પણ મામલો હદ બહાર જતો રહ્યો હોવાથી છોટાઉદેપુરમાં ભાજપને જીતવું મુશ્કેલ બની ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp