અમદાવાદઃ CA બની ગયો સંન્યાસી, માત્ર 24 વર્ષની ઉંમરમાં ત્યજી દીધું સાંસારિક જીવન

PC: dainikjanwani.com

અમદાવાદના 24 વર્ષીય યુવા CA નિર્મલ જૈન ગુરુવારે સાંસારિક જીવન ત્યજીને સંન્યાસી બની ગયો. તેની સાથે જ 5 દિવસીય વિશેષ જૈન ભાગવત દીક્ષા મહોત્સવનું સમાપન થઈ ગયું. સંન્યાસી બનેલા નિર્મલ જૈને જણાવ્યું કે, ધર્મગુરુઓના સત્સંગમાં સતત રહેવાથી તેના વિચારોમાં બદલાવ આવ્યો. પંડિત રત્ન ઉપાધ્યાય હેમચંદ્ર મહારાજના જન્મ શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં જૈન ભાગવતી દીક્ષા સમારોહનું વિશેષ આયોજન SS જૈન સભા જૈન નગરના તત્વાધાનમાં જૈન સ્થાનકમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

SS જૈન સભા (રજી.) જૈન નગરના મહામંત્રી મુનિશ જૈને જણાવ્યું કે, ગુરુવારે સવારે 7:00 વાગ્યે જૈન નગર તિરાહા સ્થિત શાંતિનાથ જૈન મંદિરથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે સવા નવ વાગ્યે ગુરુ નિહાલ દરબાર જૈન સ્થાનકમાં દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ થયો. આ દરમિયાન શ્રીમણ સંઘીય સલાહકાર ભીષ્મ પિતામહ રાજર્ષિ તપસ્વીરત્ન ગરુદેવ સુમતિ પ્રકાશ અને શ્રમણ સંઘીય વરિષ્ઠ ઉપાધ્યાય પ્રવર વાચનાચાર્ય ગુરુદેવ ડૉ. વિશાલ મુનિના સાંનિધ્યમાં દીક્ષાર્થી અમદાવાદના CA નિર્મલ જૈનને દીક્ષા અપાવવામાં આવી.

સમારોહના અધ્યક્ષ ધનેશ જૈન, ધ્વજારોહણ કર્તા ડૉ. અરુણ જૈન, અતુલ જૈન વગેરેની ઉપસ્થિતિ આ અવસર પર ધામધૂમથી કાર્યક્રમનું આયોજન થયું. 20 મેથી આયોજિત આ પાંચ દિવસીય વિશેષ જૈન ભગવતી દીક્ષા મહોત્સવના ક્રમમાં બુધવારે ગુરુ નિહાલ જૈન દરબાર જૈન સ્થાનકમાં સન્માનિત બહુમંડળ જૈન નગરમાં દીક્ષાર્થીની મહેંદીની રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસર પર કેન્ટના ધારાસભ્ય અમિત અગ્રવાલ, SS જૈન સભા જૈન નગરના પ્રધાન અમન જૈનની સાથે અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિ સહિત બધા સભ્ય હાજર રહ્યા હતા.

CAમાંથી સંન્યાસી બનેલા નિર્મલ જૈને જણાવ્યું કે, ધર્મગુરુઓના સત્સંગમાં સતત રહેવાથી વિચારોમાં બદલાવ આવ્યો. મન થયું કે જીવનને પ્રભુના ચરણોમાં અર્પિત કરવાનું છે. ભક્તિમાર્ગ જ જીવનનો આધાર છે. એટલે વિચારી લીધું કે હવે સંન્યાસના માર્ગે જવાનું છે. તે કહે છે કે શરૂઆતતામાં પરિવારને સમજાવવો ખૂબ મુશ્કેલ હતો, પરંતુ ત્યારબાદ પરિવારે સપોર્ટ કર્યો. પરિવારની શુભેચ્છાથી ધર્મ માર્ગને અપનાવવામાં સફળતા મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp