પોરબંદરના માલવાહક જહાજે ઓમાનના સમુદ્રમાં લીધી જળસમાધિ, કેપ્ટન સહિત કુલ બેના મોત

PC: bhaskar.com

પોરબંદરનું ‘રાજ સાગર’ નામનું માલવાહક જહાજ બુધવારે સવારે ઓમાનના સમુદ્રમાં ડૂબી ગયું. આ અકસ્માતમાં કેપ્ટન ચાલક સહિત એક ક્રૂ મેમ્બર્સનું મોત થઈ ગયું છે, જ્યારે અન્ય 8 ખલાસીઓને સુરક્ષા એજન્સીએ બચાવી લીધા છે. જળસમાધિ લેનારું માલવાહક જહાજ દુબઈના સલાલા પોર્ટથી લગભગ 500 જૂના વાહન ભરીને યમન તરફ જઈ રહ્યું હતું. પોરબંદરનું રાજસાગર જહાજ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર પહોંચ્યા બાદ અચાનક સમુદ્રમાં ડૂબી ગયું. જોકે, રાજ સાગર જહાજ કયા કારણોસર દરિયામાં ડૂબ્યું હતું એ હજુ સુધી જાણવા મળ્યું નથી.

જળસમાધિ લેનારું જહાજ ત્રણ દિવસ અગાઉ જ દુબઇથી જૂના વાહન ભરીને યમન તરફ નીકળ્યું હતું. મોડી રાતે 4 વાગ્યાની આસપાસ ઓમાનના સલાલાથી 22 નોટિકલ માઇલ દૂર જ આ જહાજે જળસમાધિ લઈ લીધી. ત્યારબાદ જહાજમાં ભરવામાં આવેલા વાહનોનો કાટમાળ અને ગાડીઓ મીરબાટ બંદર નજીક તણાઈને આવ્યા હતા. આ જહાજ દુબઇથી કેપ્ટન સહિત 10 ક્રૂ મેમ્બરો સાથે નીકળ્યું હતું. રિપોર્ટ્સ મુજબ, ઓમાનના સમુદ્રમાં ડૂબેલું રાજસાગર નામનું જહાજ પોરબંદરના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હીરાલાલ ગગનભાઈ શિયાળ ઉર્ફે ઈકુભાઈ શિયાળની માલિકીનું હતું. જે પોરબંદરથી 6 મહિના અગાઉ નીકળ્યું હતું. આ જહાજ મોટાભાગે દુબઇથી યમન વચ્ચે જ માલસામાનનું પરિવહન કરતું હતું.

મે મહિનામાં આવી જ એક ઘટના ભારતમાં સામે આવી હતી. સલાયા બંદરનું ગોષે જીલાની નામનું માલવાહક જહાજ પોરબંદર માટે રવાના થયું હતું. આ દરમિયાન મધદરિયે 400 ટન વજનનું જહાજ ડૂબી ગયું હતું. આ ઘટનાની જાણ કોસ્ટગાર્ડને કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડની ટીમ તાત્કાલિક મદદ માટે દોડી આવી પહોંચી હતી. ડૂબતા જહાજમાંથી 6 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા, જેથી ખલાસીઓના પરિવારજનો અને જહાજ માલિકે રાહતનો શ્વાસ લીધો છે.

જહાજ ડૂબવા લાગતા છ ખલાસીઓ તરાપાના સહારે દરિયામાં કૂદી પડ્યા હતા. જેની જાણ થતા નજીકમાંથી પસાર થઇ રહેલા અન્ય જહાજ દ્વારા તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. આ જહાજ ડૂબવા અને બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp