છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટની બહાર નિકળ્યા અને સામે CIDના અધિકારીઓ ઉભા હતા

PC: Khabarchhe.com

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડનાર છબીલ પટેલ હત્યામાં સામેલ નથી, તેવું બતાડવા માટે હત્યાના ચાર દિવસ પહેલા જ ભારત છોડી ફરાર થઈ જાય છે. પરંતુ હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે SIT સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી હતી. ગુરુવારની વહેલી સવારે ત્રણ વાગે આરબ અમીરાત ફ્લાઈટ દ્વારા અમેરિકાથી અમદાવાદ પહોંચેલા છબીલ પટેલને એરપોર્ટ બહારથી જ CID ક્રાઈમના અધિકારીઓએ ઝડપી લીધા હતા.

આખા પ્રકરણમાં પોતાનો પુત્ર સિદ્ધાર્થની કોઈ ભૂમિકા નથી. તેવી રીતે મનિષા અને ભાઉ પણ સામે નથી તેવો દાવો કરનાર છબીલ પટેલને સમજાયું કે હવે પોલીસના શરણે જવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી. બીજી તરફ સાક્ષી પવન મૌર્યના ઘરની રેકી કરવા ગયેલા છબીલના વેવાઈ અને ભત્રીજો ઝડપાઈ જતા. છબીલને બહારથી મદદ મળવાની બંધ થઈ ગઈ હતી જેના કારણે છબીલે પહેલા પુત્ર સિદ્ધાર્થને હાજર કરાવી પોતે હાજર થવાની તૈયારી બતાડી હતી.

પોલીસ સામે હાજર થવુ એક માત્ર વિકલ્પ રહેતા છબીલ પટેલે SIT અધિકારીઓને જાણ કરી હતી કે તેઓ હાલ અમેરિકા છે અને તા 14મીના રોજ અમદાવાદ આવી તેઓ પોલીસના શરણે આવશે. આ જાણકારીને આધારે CID ક્રાઈમના DySP રાઓલ અને ઇન્સપેક્ટર દવે અમદાવાદ એરપોર્ટ ઉપર ગોઠવાઈ ગયા હતા. જો કે ફ્લાઈટ તેના શિડ્યૂલ કરતા 45 મિનીટ મોડી લેન્ડ થઈ હતી. CID ક્રાઈમના અધિકારીઓએ એરપોર્ટ ઉપર હાજર ઈમિગ્રેશન સ્ટાફ અને સલામતી અધિકારીઓને જાણ કરી હતી કે તેમના કેસનો હત્યાનો આરોપી છબીલ પટેલ આ ફ્લાઈટમાં આવી રહ્યો છે, જેના કારણે તમામ એજન્સીઓ સતર્ક હતી.

છબીલ પટેલે જાણ કરી હતી તે પ્રમાણે તે આરબ અમીરાત ફ્લાઈટમાં જ અમદાવાદ પહોંચ્યા અને અને અમદાવાદ એરપોર્ટની બહાર નિકળતા CIDના અધિકારીઓએ તેમની કસ્ટડી લઈ તેમને SITની ઓફિસ લઈ ગયા હતા. સવારના સાડા ચાર વાગે છબીલ પટેલ સાથે અધિકારીઓ SITની ઓફિસ પહોંચતા રેલવેના ડીઆઈડી ગૌતમ પરમાર પણ SITની ઓફિસમાં આવી ગયા હતા અને તેમણે છબીલ પટેલની પૂછપરછ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp