સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું PM મોદી નામ પર એ ગુજરાત માટે ગૌરવરૂપ છેઃ CM

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ‘નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’ નામાભિધાન કરવા માટે કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રી અમિત શાહ તથા જી.સી.એનો ગુજરાતની જનતા જનાર્દન વતી આભાર વ્યક્ત કરી આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ મોટેરા ખાતે 233 એકરમાં નિર્માણ થનારા વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ એન્કલેવને પણ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ તરીકેની ઓળખ આપવાની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેરાત માટે આભાર દર્શાવ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અમદાવાદમાં ઉદ્દઘાટન થયેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામ સાથે જોડવાની આ ઘટનાને તેમણે સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ઘટના વર્ણવી છે. ગુજરાતના મુખ્યમંત્રીકાળ દરમિયાન જી.સી.એના અધ્યક્ષ તરીકે નરેન્દ્ર મોદીનું અમદાવાદ અને ગુજરાતને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શ્રેષ્ઠ સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ સંકુલ આપવાનું સપનું સાકાર થયું છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ નિર્માણ થવાથી વિશ્વ સ્તરીય ખેલકૂદ પ્રશિક્ષણ સાથે કોમનવેલ્થ, એશિયાડ અને ઓલિમ્પિક જેવી ગેઈમ્સ માટે પણ અમદાવાદ સ્પોર્ટ્સ સિટી તરીકે દેશ-દુનિયામાં અવશ્ય ખ્યાતિ પ્રાપ્ત કરશે. આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલમાં ત્રણ હજાર જેટલાં બાળકો વિવિધ રમતોની તાલીમ લઈ શકે તેવી વ્યવસ્થાથી ગુજરાતની ભાવિ પેઢી પણ ખેલકૂદ ક્ષેત્રે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકશે તેવી અપેક્ષા વિજય રૂપાણીએ વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું છે કે, રાષ્ટ્રપતિના હસ્તે જેનું ભૂમિપૂજન થયું છે તેવું આ સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ગુજરાતને ખેલકૂદ ક્ષેત્રે શ્રેષ્ઠ બનાવવાની પ્રધાનમંત્રીની સંકલ્પના સાકાર કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp