વડોદરામાં નવરાત્રિ પહેલા ગરબાના આયોજનમાં ફાઇનાન્સને લઈને વિવાદ

PC: Khabarchhe.com

નવરાત્રિને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વડોદરામાં ગરબાના આયોજનમાં ફાઇનાન્સને લઈને વિવાદ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોત્રી વિસ્તારમાં ગુરુકૃપા ગરબાનું આયોજન કરાયું હતું. ગેર હિન્દુના ફાઇનાન્સને લઈને નગર સેવક એવા નિતીન ડોંગાએ શહેના મેયરને પત્ર લખીને મંજૂરી રદ કરવા મામલે કહ્યું હતું. ત્યારે આ પત્ર બાદ મામલો ગરમાયો હતો અને આ મામલે મનપા તંત્ર મેયર સહીત હરકતમાં આવ્યા હતા

ગરબા આયોજકોને દૂર કરવાની માંગ મામલો ગરમાતા કરવામાં આવી છે. વિવાદ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે પ્રાથમિક માહિતીમાં એવી વાત સામે આવી છે કે, સ્પોન્સરશિપમાં કોઈ ગેર હિન્દુનુ નામ જોડાયું છે. જેથી મેયરે આ મામલે કહ્યું કે, જો આ મામલે આયોજકો પગલા નહીં લે તો જગ્યા પરત લેવાશે તેની ખાત્રી આપી હતી. ફાઇનાન્સના આરોપને લઈને મેયર કેયુર રોકડીયાએ વધુમાં નિવેદન આપ્યું હતું. કોર્પોરેશને આયોજકની પૂછપરછ પણ કરી છે. પાછલા બારણે કોઈ ગેરહિન્દુને આવવા દેવામાં નહીં આવે.

ખાસ કરીને વડોદરામાં નવરાત્રિ વિવિધ આયોજકો દ્વારા મોટાપાયે યોજવામાં આવતી હોય છે ત્યારે નવરાત્રિને ધ્યાનમાં રાથીને થઈ રહેલા આયોજનમાં સમગ્ર મામલે આ વાત સામે આવતા મામલો ગરમાયો હતો. જેથી નગર સેવક દ્વારા આ સમગ્ર મામલાને ઉઠાવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp