ગુજરાતમાં નવા 902 પોઝિટિવ કેસ, સુરતમાં 287 કેસ, જુઓ બધા જિલ્લાના આંકડાઓ

PC: khabarchhe.com

ગુજરાતમાં આજે 902 નવા કેસો સામે આવ્યા છે અને ICMRની નવી ગાઇડલાઇન મુજબ(એટલે કોઇ બીમારી હોય અને કોરોના થયો હોય અને મૃત્યુ પામે તો તેને કોરોનાથી મૃત્યુના આંકડામાં નહીં ગણાય ) 10 લોકોના મરણ થયા છે, જ્યારે 608 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. નવા કેસોની સંખ્યાના સમાવેશ સાથે ગુજરાતમાં 42442 કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા થઇ ગઇ છે. જેમાં 74 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 10871 સ્ટેબલ છે. 29806 દર્દીઓને અત્યારસુધીમાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 2057 લોકોના મોત થયા છે.

આજે 10 લોકોના મોત થયા છે, જેમાંથી 5 લોકો સુરતના છે, જ્યારે અમદાવાદમાં 3 લોકોના નિધન થયા છે. ગાંધીનગર અને મોરબીમાં 1-1 લોકોના નિધન થયા છે. ગુજરાત સરકારે અત્યારસુધીમાં 470265 ટેસ્ટ કર્યા છે. હાલમાં ગુજરાતમાં કુલ 332268 લોકો ક્વોરેન્ટાઇન હેઠળ છે, જેમાંથી 329690 લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે, 2578 સરકારી ફેસિલિટીમાં ક્વોરેન્ટાઇન હેઠળ છે.

આજની નવા કેસોની જિલ્લાવાઇઝ વિગત...

સુરત 287 કેસ

અમદાવાદ 164 કેસ

વડોદરા 74 કેસ

જૂનાગઢ 46 કેસ

અમરેલી 29 કેસ

સુરેન્દ્રનગર 26 કેસ

ભાવનગર 40 કેસ

રાજકોટ 34 કેસ

ખેડા 19 કેસ

નવસારી 19 કેસ

દાહોદ 16 કેસ

ગાંધીનગર 25 કેસ

ભરૂચ 15 કેસ

બનાસકાંઠા 12 કેસ

મહેસાણા 12 કેસ

જામનગર 13 કેસ

પાટણ 10 કેસ

આણંદ 9 કેસ

મોરબી 9 કેસ

વલસાડ 8 કેસ

કચ્છ 7 કેસ

સાબરકાંઠા 7 કેસ

મહીસાગર 5 કેસ

પોરબંદર 4 કેસ

અરવલ્લી 3 કેસ

છોટા ઉદેપુર 3 કેસ

પંચમહાલ 3 કેસ

બોટાદ 2 કેસ

તાપી 1 કેસ

(ગુજરાત સરકારે જાહેર કરેલા આંકડા)

દેશની વાત કરીએ તો 13 જુલાઈ સવારે 8 કલાક સુધીના રિપોર્ટ મુજબ દેશમાં નવા 28701 કેસ સામે આવ્યા છે, જેની સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 878254 પર પહોંચી ગઈ છે અને અત્યારસુધીમાં દેશમાં 23174 લોકોના મોત થયા છે. જ્યારે 301609 એક્ટિવ કેસ છે અને 553471 સાજા થયા છે. આજે 23174 લોકો સાજા થયા છે. આજે 500 લોકોના મોત થયા છે. કુલ ટેસ્ટની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 219103 ટેસ્ટ થયા છે અને અત્યારસુધીમાં કુલ 11806256 ટેસ્ટ થયા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 254427 કન્ફર્મ કેસ છે, જ્યારે ત્યારબાદ તામિલનાડુમાં 138470 કેસ છે. દિલ્હીમાં પણ 112494 કેસ છે. મહારાષ્ટ્રમાં અત્યારસુધીમાં 10289 મોત થયા છે, જ્યારે તામિલનાડુમાં 1966 અને દિલ્હીમાં 3371 મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે 7827 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે તામિલનાડુમાં 4244 અને દિલ્હીમાં 1573 કેસ નવા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં 140325 લોકો રિકવર થઇ ગયા છે, જ્યારે તામિલનાડુમાં 4244 અને દિલ્હીમાં 1573 લોકો રિકવર થઇ ગયા છે. એક્ટિવ કેસોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 103813 એક્ટિવ કેસ છે, જ્યારે તામિલનાડુમાં 46972 અને દિલ્હીમાં 19155 એક્ટિવ કેસ છે.

જ્યારે વિશ્વની વાત કરીએ તો કુલ 12,685,374 પોઝિટિવ કેસો દુનિયામાં આવી ગયા છે અને 565,000 લોકોના મોત થયા છે. આજે દુનિયાભરમાં 132,609 નવા કેસ સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp