ગુજરાતમાં આજે નવા 55 કેસ પોઝિટિવ, આમાંથી 50 કેસ ફક્ત આ એક શહેરના છે, જુઓ આંકડાઓ

PC: financialexpress.com

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આજે મોટો વધારો થયો છે. રાજ્યમાં  કોવિડ-19 આજે વધુ 55 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 50, સુરતમાં 2, આણંદમાં 1, છોટાઉદેપુરમાં 1, દાહોદમાં 1, કુલ 241 પોઝિટિવ કેસ, કુલ 17 લોકોના મોત થયા છે,અત્યાર સુધી કુલ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે અને 153 દર્દી સ્ટેબલ છે. 43ને સર્વેલન્સ પૈકી કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 26 દર્દીને ડીચાર્જ કરવામાં આવ્યા છે. વિશ્વભરની વાત કરીએ તો વિશ્વમાં કુલ 1353361 કેસ પોઝિટિવ આવ્યા છે. ભારતમાં 5764 કેસ પોઝિટિવ આવ્યા છે.

Image

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે કેટલાંક અગમચેતીના નિર્ણયો

કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તા.14/04/2020 મધ્ય રાત્રી સુધી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવાનો ભારત સરકારે નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકાર જરૂરી કાર્યવાહી હાથ ધરી રહી છે અને લોકોને મુશ્કેલી પડે નહિ તેની કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે માન.મુખ્યમંત્રીએ આ પરિસ્થિતિમાં થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્ત બાળકો અને દર્દીઓને મુશ્કેલી ન પડે  તે માટે સુચના આપેલ જેને ધ્યાને લઇ ઇન્ડિયન રેડક્રોસની મદદથી જીલ્લા અને તાલુકા મથકે આવેલ સરકારી હોસ્પિટલો ખાતેઆવા તમામ દર્દીઓને જરૂરી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રેડક્રોસ દ્વારા સરકારી હોસ્પિટલની મદદથી ગત તા.07/04/2020 સુધીમાં 730 થેલેસિમીયા અને અન્ય હિમોગ્લોબીનોપથીથી ગ્રસ્તબાળકોને 801 યુનિટ લોહી ચઢાવવામાં આવેલ છે.  309 બાળકોને દવાઓ આપવામાં આવી છે.

રાજ્યમાં હાલની પરિસ્થિતિ કે જેમાં હાલ લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે. તેને ધ્યાને લઇ રાજય સરકારે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો છે. જેનું ઘનિષ્ટ મોનીટરીંગ કમિશ્નર (આ.)ની કચેરીથી કરવામાં આવશે. આ સર્વેલન્સમાં પોઝીટીવ મળતાં દર્દીઓના આજુબાજુના કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં ભારત સરકારની માર્ગદર્શીકા અનુસાર કામગીરી હાથ ધરવામાં આવશે.

Image

રાજયના ડૉક્ટરો અને પેરામેડીકલ સ્ટાફને વેન્ટીલેટર કેરની તાલીમ આપવા માટે રાજ્યની મેડીકલ કોલેજોમાં તા.21/03/2020 થી શરૂ કર્યા છે. અને તા.05/04/2020 સુધીમાં 3522 આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવી છે.

રાજ્યમાં 1100 નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર4 X7 કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.

વધુમાં ધી ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ તાજેતરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં ટેલી મેડીસીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેના માટે 079-22688028 નંબર ઉપર સવારના 09:00 થી 10:00 ની વચ્ચે ફોન કરી ટેલી મેડીસીનની સુવિધા મેળવી શકાશે.

Image

ડ્રગ્ઝ એન્ડ લોજીસ્ટીક

ભારત સરકાર દ્વારા માસ્ક અને સેનીટાઇઝરને જરૂરીયાતની વસ્તુની કેટેગરીમાં સામેલ કરેલ છે. રાજયમાં COVID-19 રોગચાળાની શરૂઆતથી અત્યારસુધીમાં એન-95 માસ્ક 9.75 લાખ, પી.પી.ઇ. કીટ 3.58 લાખ અને ટ્રીપલ લેયર માસ્ક 1.23 કરોડ જથ્થાની ખરીદી કરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહયો છે.

COVID-19 અંગેની પ્રોફાઇલેકસીસ માટેની દવા ટેબ. હાઇડ્રોકસીકલોરોકવીન નામની દવાને શીડયુલ H1 ડ્રગ તરીકે જાહેર કરેલ છે. જેથી હવે આ દવા માત્ર અને માત્ર અધિકૃત ડોકટરના પ્રિસ્કીપશન પર જ મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp