દાહોદમાં અંતે માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો

PC: newindianexpress.com

દાહોદ જિલ્લામાં આતંક મચાવનારો માનવભક્ષી દીપડો અંતે પાંજરે પુરાતા વનવિભાગ અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ધાનપુર તાલુકાના અનેક ગામમાં દીપડાએ આતંક મચાવીને લોકો ઉપર હુમલા થયા હતા. દીપડાએ હુમલો કરીને 3 વ્યક્તિઓને મોત નિપજાવ્યા છે.

દાહોદના ધાનપુરા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાએ ધામા નાખ્યા હતા. તેમજ 20થી વધારે લોકો ઉપર હુમલા કર્યા હતા. જેમાં 3 લોકોના મોત થયા હતા. પંથકમાં દીપડાનો આતંક વધતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. બીજી તરફ વનવિભાગની ટીમે પણ દીપડાને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી.

વનવિભાગની ટીમે વિવિધ વિસ્તારમાં કેમેરા ગોઠવીને 7 જેટલા પાંજરા મુક્યાં હતાં. તેમજ દીપડાને ઝડપી લેવા માટે વનવિભાગના 150 અધિકારી-કર્મચારીઓ જૂંગલો ખુંદી રહ્યાં હતા. અંતે દીપડો પાંજરે પુરાતા વનવિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. વન વિભાગ દ્વારા હાલ દીપડાને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવ્યો છે. તો દીપડાની ઓળખ છતી કરવા માટે હવે ગ્રામજનોની મદદ પણ વન વિભાગ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp