અમદાવાદના એલીસ બ્રીજ પરથી મળ્યા લાશના ટુકડાઓ

PC: youtube.com

રાજ્યમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. કારણે કે, રાજ્યમાં દિન-પ્રતિદિન હત્યા, મારામારી, જીવલેણ હુમલો જેવી ઘટનાઓમાં સતત વધારો થતો જાય છે. ત્યારે હવે અમદાવાદના એલીસ બ્રીજ પરથી લાશના ટુકડાઓ મળી આવ્યા હતા. ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

એક રીપોર્ટ અનુસાર, આજે સવારે 11 વાગ્યાની આસપાસ અમદાવાદના એલીસ બ્રીજ પરથી સળગેલી હાલતમાં એક મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે એલીસ બ્રિજ પોલીસ અને હવેલી પોલીસને હદ મામલે વિવાદ થયો હતો. આ સમગ્ર વિવાદ બાદ હવેલી પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક દૃષ્ટિએ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહના ટુકડા હોવાના કારણે પોલીસને જાણવા મળ્યું નથી કે, આ મૃતદેહ કોનો છે. હાલ પોલીસ મૃતદેહના ટુકડાઓની શોધખોળ કરી રહી છે.

પોલીસને એલીસ બ્રિજ અને નદીના ભાગમાંથી મૃતદેહના બે ટુકડાઓ મળ્યાં હતા. જેમાં એક ટુકડો એલીસ બ્રિજ પર આવેલા માણેકબુર્જની નજીકથી મળ્યો હતો અને સળગેલો ટુકડો નદીના ભાગમાંથી મળ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, નદીમાં મૃતદેહના અવશેષોની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ક્રાઈમરેટ દિવસે ને દિવસે વધી રહ્યો છે. બે દિવસ પહેલા જ અમદાવાદના CTM વિસ્તારમાં રહેતા એક યુવકને કેટલાક ઇસમો ચપ્પુના ઘા મારીને ફરાર થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp