દિનેશ બાંભણીયાનાં આક્ષેપો ભાજપ પ્રેરિત: ધાર્મિક માલવિયા

PC: facebook.com

ગાંધીનગરમાં PAASનાં પૂર્વ કન્વીનર દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલે સામે ગંભીર પ્રકારનાં આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપો અંગે PAAS કન્વીનર ધાર્મિક માલવિયાએ khabarchhe.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે દિનેશ બાંભણિયાનાં આક્ષેપો ભાજપ પ્રેરિત છે.

તેમણે જણાવ્યું કે હાર્દિક સામે જે પ્રકારે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં કોઈ વજુદ નથી. આક્ષેપો ખોટા છે અને ભાજપ પ્રેરિત છે. હાર્દિકે શહીદોનાં નામે કોઈ રૂપિયા ઉઘરાવ્યા નથી. કોંગ્રેસનાં નેતા રોબર્ટ વાડરા સાથે મુલાકાતની વાતમાં પણ કોઈ તથ્ય દેખાતો નથી.

તેમણે કહ્યું કે કોંગ્રેસની ફોર્મ્યુલાને એટલા માટે સમર્થન આપવામાં આવ્યું છે કેભાજપની સરકાર હોવા છતાં ભાજપે આવી કોઈ પણ નક્કર ફોર્મ્યુલા આપી ન હતી. કોંગ્રેસે અનામત આપવાની ફોર્મ્યુલા જ નહી પણ તેની કાયદેસરતાની પણ ચર્ચા કરી છે અને તે મીટીંગોમાં બાંભણિયા પણ પોતે હાજર છે તો ત્યારે તેમણે કેમ વિરોધ કર્યો નહી. બીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે આવી રીતે આક્ષેપો કરી સમાજની રાહમાં રોડા નાખવામાં આવી રહ્યા છે. ભાજપની સામે કોંગ્રેસ જ એક માત્ર નેશનલ પાર્ટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.