અમદાવાદમાં એસ્ટેટ વિભાગના એન્જિનિયરો કરશે રખડતા ઢોર પકડવાનું કામ

PC: staticflickr.com

વિકસતા મેટ્રો શહેરમાં જીવંત દબાણ એટલે કે પશુઓના દબાણને દૂર કરવાની કામગીરી એન્જિનિયરોને સોંપવામાં આવી છે. હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મહાનગર પાલિકાનું તંત્ર સક્રિય બન્યું હતું. પોલીસ કમિશનર અને મહાનગર પાલિકા કમિશનર દ્વારા દબાણ હટાવો ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ટ્રાફિક વિભાગે દબાણ કરતા પાર્કિંગ પર તવાઈ બોલાવી, તો મહાનગર પાલિકાએ ગેરકાયદેસર બાંધકામ અને રસ્તા પર ઊભેલા લારી-ગલ્લાવાળા પર તવાઈ બોલાવી હતી. આ કામગીરી બાદ અમદાવાદમાં ઘણા વર્ષો બાદ પહોળા રસ્તાનો નજરો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં દબાણ હટાવો કામગીરી કરવાના કારણે અમદાવાદીઓ સંતોષની લાગણી અનુભવી રહ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકા જાહેર હિતની કામગીરી કરવા માટે ફૂલ ફોર્મમાં છે. AMCએ ગેરકાયદેસર પાર્કિંગ, રસ્તા પર ગેરકાયદેસર ઊભેલા લારી-ગલ્લાવાળા અને ગેરકાયદેસર બાંધકામ, આમ ત્રણ પ્રકારના દબાણોને દૂર કરવામાં સફળતા મેળવી છે. હવે AMCએ પહેલા કદી ન લીધો હોય એવો નિર્ણય લીધો છે. હવે મહાનગર પાલિકાએ રસ્તા પરથી રખડતા પશુઓનો દબાણ દૂર કરવાનો નિર્ણય લીધો છે. આ દબાણ દૂર કરવા માટે એન્જિનિયરોની મદદ લેવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનરે AMCના એન્જિનિયરોને ઢોર પકડવાની કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.

AMCના ઢોર પકડનાર વિભાગમાં ભ્ર્સ્ટાચાર વધી રહ્યો છે. જેને ડામવા માટે ઢોર પકડવાની કામગીરી કરતી ટીમ સાથે એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ ઢોર પકડવા જશે. એસ્ટેટ વિભાગના અધિકારીનું મુખ્ય કામ બાંધકામ વિભાગમાં ટાઉનપ્લાનિંગ સાથે જોડાયેલા મુદ્દાઓમાં મદદ કરવાનું છે પરતું હવે આ અધિકારીઓ આગામી દિવસોમાં અમદાવાદના રસ્તાઓ પર ઢોર પકડતી ટીમ સાથે રખડતા ઢોરને પકડતા જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp