વાત કરવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાનું નાક કાપી નાંખ્યું

PC: ronetheboxhouston.com

અમદાવાદમાં એક પ્રેમિકાએ તેના પ્રેમી સાથે બે વર્ષથી અબોલા લીધા હોવાના કારણે પ્રેમીએ આવેશમાં આવીને પ્રેમિકાનું નાક કાપી નાખ્યું હતું.

મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ઉદયપુરના ખેરવાડા તાલુકાની રહેવાસી મંજુ પરમાર નામની યુવતીને કેશવલાલ નામના યુવક સાથે પ્રેમ સંબધ બંધાયો હતો, ત્યારબાદ મંજુ કામ કરવા માટે અમદાવાદમાં રહેતી તેની મોટી બહેનના ઘરે રહેવા આવી ગઈ હતી. બહેનના ઘરે આવવાના કારણે મંજુએ તેના પ્રેમી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. બહેનના ઘરે રહેવા આવ્યા પછી મંજુ ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક કન્ટ્રક્શન સાઈટ પર કામ કરવા લાગી હતી.

મંજુ જે કન્ટ્રક્શન સાઈટ પર કામ કરતી હતી, તે સાઈટ પર થોડા દિવસો પછી દિનેશ નામનો એક યુવક કામ કરવા માટે આવ્યો હતો. આ દિનેશ નામનો યુવક મંજુના પ્રેમીનો મિત્ર હતો. જેના કારણે દિનેશે કેશવલાલને ફોન કરીને કહ્યું હતું કે, મંજુ તે જ્યાં કામ કરવા માટે જાય છે તે સાઈટ પર જ કામ કરે છે. આ વાત સાંભળીને અઠવાડિયા પહેલા કેશવલાલ મંજુની સાઈટ પર આવ્યો હતો અને મંજુ પર નજર રાખવા લાગ્યો હતો.

એક દિવસ કેશવલાલે તકનો લાભ ઉઠાવીને મંજુને પકડી લીધી હતી, ત્યારે મંજુએ કેશવલાલને કહ્યું કે, તે તેની સાથે કોઈ પણ સંબંધ રાખવા માગતી નથી. મંજુની આ વાત સાંભળીને કેશવલાલને ગુસ્સો આવ્યો હતો અને તેણે મંજુનું નાક દાંત વચ્ચે દબાવી દીધું હતું. જેના કારણે મંજુનું નાક કપાઈ ગયું હતું. મંજુએ બુમાબુમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા, પકડાઈ જવાના ડરના કારણે કેશવલાલ ત્યાંથી ભાગી ગયો હતો. મંજુનું નાક કપાઈ જવાના કારણે લોકોએ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ભોગ બનનાર મંજુની ફરિયાદ લઈને કેશવલાલને પકડવાની કામગીરી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp