મહારાષ્ટ્રમાં મગફળીના સારા ભાવ ન મળતા મહારાષ્ટ્રના ખેડૂતો ગુજરાત તરફ વળ્યાં

PC: khabarchhe.com

ગુજરાત કરતા મહારાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોડી હોય તેવું લાગી રહ્યું છે. કારણે કે, મહારાષ્ટ્રના ખેડૂતોને ત્યાં મગફળીના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે મહારાષ્ટ્રના ખેડૂતો મગફળીનું વેચાણ કરવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાતની જેમ મહારાષ્ટ્રના ખેડૂતોને મગફળીની ખરીદીને લઇને સ્થાનિક પ્રશાસન પર વિશ્વાસ નથી. જેના કારણે મહારાષ્ટ્રના ખેડૂતો મગફળીના વેચાણ માટે અમદાવાદ આવી રહ્યા છે. મહારાષ્ટ્રના ખેડૂતો ગુજરાતમાં આવવાના કારણે મહારાષ્ટ્ર સરકારની ખેડૂતોની નીતિ પર કેટલાક સવાલો ઊઠી રહ્યા છે. કારણ કે, મહારાષ્ટ્ર સરકાર જો ખેડૂતેને પાકના પોષણક્ષમ ભાવ આપતી હોત તો ખેડૂતોએ ગુજરાતમાં પોતાનો પાક વેચવા માટે ન આવવું પડત.

એક રીપોર્ટ અનુસાર, અમદાવાદ AMPCમાં મોટાભાગે લીલા શાકભાજીનું વેચાણ થતું હોય છે. પણ છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્રના કેટલાક ખેડૂતો મગફળીના વેચાણ માટે અમદાવાદ APMCમાં પહોંચી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, અહીં તેમને મગફળીના સારા ભાવ મળે છે. એક તરફ ગુજરાતમાં મગફળીને લઇને કૌભાંડના આક્ષેપો સરકર પર કરવામાં આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્રના ખેડૂતો ગુજરાતમાં મગફળીના વેચાણ માટે આવી રહ્યા છે. તેનો મતલબ એમ છે કે, મહારાષ્ટ્ર સરકાર કરતા ગુજરાત સરકારની ખેડૂતો પ્રત્યેની નીતિ સારી છે અને ખેડૂતોને પાકનો વધારે ભાવ આપવામાં આવે છે. તેથી જ બીજા રાજ્યમાંથી ખેડૂતો પોતાના પાકનું ગુજરાતમાં વેચાણ કરવા માટે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp