આ વિસ્તારના ખેડૂતોને રવિ પાકો માટે 15 માર્ચ સુધી સિંચાઇના પાણીનો લાભ મળશે

PC: google.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોને સહાયરૂપ થવા અનેકવિધ નિર્ણયો લીધા છે, ત્યારે અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર તથા ખારીકટ નહેર કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે નર્મદા યોજનાની મુખ્ય નહેર પર સાબરમતી એસ્કેપ મારફતે સિંચાઈ માટે આશરે 980 ક્યુસેક પાણી છોડવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું કે આ નિર્ણયથી અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર કમાન્ડ યોજના વિસ્તારના દસ્ક્રોઇ, બાવળા, સાણંદ, ધોળકા અને વિરમગામ તાલુકાઓના આશરે 25,000 હેક્ટર વિસ્તારમાં તથા ખારીકટ નહેર યોજના કમાન્ડ વિસ્તારના બારેજા, દસ્ક્રોઇ અને માતર તાલુકામાં આશરે 2800 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી તાત્કાલીક અસરથી છોડવામાં આવેલ છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાકો માટે 15 માર્ચ 2020 સુધી સિંચાઇના પાણીનો લાભ મળશે.

વધુમાં, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ પાઇપલાઇનથી જે તળાવો સીધા જોડાયેલા છે તેમાં ખેડૂતોની માંગણી આવેથી નિયમોનુસાર કાર્યવાહી કરી તળાવો ભરી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp