અમદાવાદમાં લાગેલી આગમાં ફસાયેલા 100 લોકોને ફાયરે વિભાગે બચાવ્યા

PC: youtube.com

અમદાવાદના પ્રહલાદનગર નજીક આવેલા ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ભોયરામાં બપોરના ચાર વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જે સમયે આગ લાગી તે સમયે બિલ્ડીંગમાં 100 જેટલા લોકો ફસાયા હતા. આ તમામ લોકોને ફાયરના જવાનોએ હેમખેમ બિલ્ડીંગની બહાર કાઢ્યા હતા.

એક રીપોર્ટ અનુસાર, ટીમ્બર પોઇન્ટ કોમ્પ્લેક્સના ચોથા માળ પર એક માણેક ટેક નામની આઇટી કંપની આવેલી હતી. જે સમયે આગ લાગી હતી. ત્યારે આ કંપનીમાં 100 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. આ તમામ લોકો બિલ્ડીંગમાં ફસાઈ ગયા હતા. બિલ્ડીંગમાં ફેલાયેલા આગના ધૂમાડાને બહાર કાઢવા માટે લોકો દ્વારા બિલ્ડીંગના કાચ તોડી નાંખવામાં આવ્યા હતા. લોકો બચવા માટે બિલ્ડીંગની ટેરેસ પર ચડી ગયા હતા. એક વ્યક્તિને ધુમાડાની અસર પણ થઇ હતી.



સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની પાંચ ગાડીઓ અને બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક લોકોને બચાવની કામગીરી શરૂ કરી હતી. બચાવ કામગીરીમાં એડિશનલ ફાયર ઓફિસર, ડેપ્યૂટી ફાયર ઓફિસર સહિત 36 જવાનો કામે લાગ્યા હતા. ફાયરના જવાનો દ્વારા બે મોટી સીડીની મદદથી 100 જેટલા લોકોને બચાવવામાં આવ્યા હતા. ફાયરના જવાનોએ ગણતરીને સમયમાં જ બિલ્ડીંગમાં લાગેલી આગ પર કાબુ મેળલી લીધો હતો. જે સમયે આ બિલ્ડીંગના ભોયરામાં આગ લાગી હતી. ત્યારે પાર્કિંગમાં 50 જેટલા વાહનો પડ્યા હતા. જેમાં પાંચ જેટલા વાહનોમાં આગ લાગવાના કારણે અડધા બળી ગયા હતા. આ આગની ઘટનામાં કોઈ પણ જાનહાની થવા પામી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp