અમદાવાદમાં રહેતા કુખ્યાત નઝીર વોરા ઉપર ફાયરિંગની ઘટના...

PC: Khabarchhe.com

વેજલપુર પોલીસ સ્ટેશનના PSOના જણાવ્યાં પ્રમાણે વેજલપુર અને જુહાપુરા વિસ્તારમાં પોતાની નાનકડી હકુમત ચલાવતાં નઝીર વોરા ઉપર મળસ્કે પાંચ વાગ્યા આસપાસ તેના રહેઠાણ નજીક આવેલી મસ્જિદ તરફ જતા રસ્તામાં કોઈ અજાણ્યાં વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હોવાની ઘટાના સામે આવી છે. સમગ્ર આમલે શંકાના આધારે વેજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવામાં આવી છે, તેમજ પોલીસ તપાસ ચાલુ હોવાની માહિતી મળી રહી છે, વહેલી સવારે લગભગ પાંચ વાગ્યા આસપાસ પોતાના વિસ્તારની નજીક આવેલી મસ્જિદમાં નમાઝ અદા કરીને પરત ફરી રહેલા નઝીર વોરા ઉપર કારમાં બેઠેલ શખ્સો દ્વારા થયેલા અચાનક ફાયરિંગને કારણે નઝીર વોરા પોતાના એક્ટિવા જેવા વાહન ઉપરથી નીચે પડી ગયેલા હોવાની માહિતી મળી રહી છે.

નઝીર વોરાને નીચે પડેલ જોઈને ફાયરિંગ કરનાર વ્યક્તિને નઝીરને ગોળી વાગી હોવાનું સમજીને ફરાર થવું યોગ્ય લાગતા તેઓ ફરાર થઈ ગયા હોવાની જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે, ત્યાર બાદ નીચે જમીન ઉપર પડી ગયેલા નઝીર વોરા ઉઠીને પોતાના રહેણાંક તરફ ભાગી ગયો હોવાની માહિતી પ્રાપ્ત થાય છે. સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં શંકાના આધારે ફરિયાદ નોંધાઇ છે તેમજ વિસ્તારમાં આવેલા CCTV ફૂટેજને આધારે તપાસ આગળ વધી શકે છે.

કોણ છે નઝીર વોરા...

લતીફના સમયમાં લતીફના ખાસ માણસ ગણાતાં અબ્દુલ વહાબના જીગરી મિત્ર અને ત્યાર બાદ એક જમીન બાબતે દુશ્મન બની ગયેલા અને વેજલપુર વિસ્તારમાં ‘બિલ્ડરગિરી’ની આડમાં અનેક ગુનાહિત કર્યો કરવાનો પોલીસ ચોપડે આરોપ લઈને ફરતાં આરોપી એટલે નઝીર વોરા. ભાઈગીરી કરતાં ઇસમને આસપાસના લોકો ‘ભાઈ’ તરીકે ઓળખવા માંડ્યા અને શરૂ થઈ નઝીર વોરાની વેજલપુર-જુહાપુરા વિસ્તારમાં ભાઈગીરી.

પોતાની ચાર-પાંચ બિલ્ડિંગો બનાવીને બિલ્ડર બનેલા નઝીર વોરા કે જેને લોકો અબ્દુલ વહાબના સાગીર્દ તરીકે ગણવામાં આવતો. વર્ષોથી વેજલપુરના સીમાડે અને જુહાપુરા તરફ સોનલ સિનેમા વિસ્તારમાં આવેલા અને જે તે સમયે ઔડા વિસ્તારમાં આવેલી સોનલ સિનેમા થિએટરની આખીય જમીન ઉપર કબજો કરીને બેઠેલા નઝીર વોરાને તેના જ વિસ્તારમાં આવીને કોઈ નઝીર વોરા ઉપર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે તો નોંધાઇ છે, પણ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નઝીર વોરા પોતાની ઉપર અનેક પોલીસ કેસો અને વધતી ઉંમરને ધ્યાને લઈને લાગણી સભર વાતાવરણ (સિમ્પતી ક્રિએટ) ઉભું કરવા માંટેનું એક તરકટ હોવાનું પણ જાણવાં મળી રહ્યું છે. ચાલાક નઝીર વોરા અગાઉ પણ પોલીસને પોતાના વ્યવહાર કુશળ જ્ઞાનની ઝપેટમાં લઈને પોતાના ધાર્યા કામો કરાવતો હોવાની પણ માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

નઝીરના ગઢમાં વ્હાબ પણ નહોતો જઈ શકતો...

કહેવાય છે કે જ્યારથી અબ્દુલ વ્હાબ સાથે અહેસાન ફરામોસી કરીને નઝીર વોરા પોતાને ‘ભાઈ’ માની બેઠા બાદ અનેક વખત કરેલી હરકતો છતાંય અબ્દુલ વહાબે પણ જતો કરવો પડતો હતો. પોતાની કરેલી હરકત બાદ લપાઈને પોતાના ‘ગઢ’ એવા વેજલપુર સ્થિત સોનલ સિનેમા વિસ્તારમાં ઘૂસી ગયા બાદ નારાજ અબ્દુલ વહાબને પણ ત્યાં આવવું મુશ્કેલ ગણાતું હતું ત્યારે એવા સમયે કોઈ નઝીર વોરાના વિસ્તારમાં આવીને તેનાં ઉપર ફાયરિંગ કરે અને ફાયરિંગ કરીને ભાગી છૂટે તે વાત પોલીસના ગળે ઉતરતી નહીં હોવાની ચર્ચાઈ જોર પકડ્યું છે તેથી આખાય કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ચાલતી તપાસ ખૂબ ચીવટપૂર્વક આગળ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp