ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરતી રૂપાણી સરકાર: બનાસકાંઠા પુરનાં કામ બાકી

PC: livemint.com

ગુજરાત સરકારે ચૂંટણી પંચને એવું કહ્યું હતું કે બનાસકાંઠા અને પાટણમાં જૂનમાં પૂર હોનારત થઈ છે તેમાં હજુ ઘણાં કામો બાકી છે તેથી ચૂંટણી પાછી ઠેલવી જોઈએ. પણ તેનો ચૂંટણી પંચે ઈન્કાર કરી દીધો હતો કે તે કારણે ચૂંટણી પાછી ઠેલી શકાય નહીં સમયસર ચૂંટણી થશે. તેમ છતાં ચૂંટણી પંચે હજુ અન્ય રાજ્યની સાથે ગુજરાતની ચૂંટણી જાહેર થઈ નથી. પણ સરકારે તો મોટા ભાગની કામગીરી પૂરી પણ કરી દીધી છે એવું સરકારે આપેલા અહેવાલ કહ્યું છે. આમ રાજ્ય સરકાર જૂઠું બોલતા રંગે હાથ પકડાઈ છે.

શું છે એ અહેવાલ ?

  • સિંચાઇ વિભાગ હસ્તકની નહેરો, જળાશયો અને અન્ય બાંધકામો સહિત કુલ 259 છુટાછવાયા સ્ટ્રકચર્સને મોટું નૂકશાન થયું હતું. તે પૈકીના મોટા ભાગના કામો પૂરા થઇ ગયા છે.
  •  નહેરોને રૂા.77.15 કરોડ નુકસાન થયું હતું, રૂા.2૦ કરોડના કામો પૂર્ણ થયા છે.
  • પાણી પૂરવઠાને રૂા.396 કરોડનું નૂકશાન થયું હતું. જેમાંથી રૂા.100 કરોડના કામો પૂર્ણ થઇ ગયા છે.
  • નર્મદા નહેરના 405 સ્ટ્રક્ચરને નૂકશાન થયું હતું, 87 સ્ટ્રક્ચરના કામો રૂા.103.16 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યા છે. રૂા.134 કરોડના 220 જેટલા કામો પ્રગતિ હેઠળ છે. 39.27 કરોડના 3 જેટલા કામો ટેન્ડરીંગની પ્રક્રિયામાં છે અને 95 જેટલા કામો આયોજન અને મંજૂરીની પ્રક્રિયામાં છે.
  • માર્ગો માટે રૂા.768 કરોડનો ખર્ચ હતો. તે પૈકી રૂા.380 કરોડના કામો પૂર્ણ થયા છે. અને બાકીના આયોજન અને અમલીકરણના વિવિધ તબક્કે છે. નવા સ્ટ્રક્ચર માટે રૂં.2000 કરોડના ટેન્ડર કઢાશે.
  • અતિવૃષ્ટિમાં લગભગ 6.64 લાખ હેક્ટર કૃષિ જમીનમાં ખેતી પાકને રૂા.701 કરોડનું નૂકશાન થયું હતું. તે પૈકી રૂા.683 કરોડની રાહત ખેડૂતોને ચૂકવી દેવામાં આવી છે. અંદાજે 2.51 લાખ હેક્ટર જમીનનું ધોવાણ થયું હતું અને રૂા.861 કરોડનું નુકસાન થયું હતું. તે પૈકી રૂા.526 કરોડ રાહત આપી છે.
  • ગુજરાતમાં અતિવૃષ્ટિ પછી હજુ બનાસકાંઠાના નાગલા, ડોડગામ અને ખાનપરમાં પૂરના પાણી ભરાયેલાં છે. આ નિચાણવાળા વિસ્તારોમાં 665 મિલીયન કયુબીક ફુટ પાણી ભરાયું હતું. જ્યાં પાણી ભરાયેલાં છે તે વિસ્તાર અન્ય આસપાસના વિસ્તાર કરતાં ભૌગોલિક રીતે 16 ફૂટ નીચાણમાં છે.
  • બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 37 ગામો ઉંચાઈ પર નવેસરથી વસાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp