ગુજરાત વિધાનસભામાં 5 દિવસ 24 જેટલા સરકારી બીલ પસાર કરાશે

PC: Youtube.com

વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજા એ જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. 21મી સપ્ટેમ્બરથી યોજાશે. પાંચ દિવસ સુધી ચાલનારા આ ઐતિહાસિક સત્રમાં જનહિતને લગતાં 24 જેટલા વિધેયકો રજૂ કરીને પસાર કરાશે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વિધાનસભાના સત્ર સંદર્ભે થયેલ વિસ્તૃત ચર્ચા બાદ આ અંગે મીડિયાને વિગતો આપતા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ગુજરાતમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સંક્રમણ ન થાય એ માટે પૂરતી તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના સભ્યો, તમામ ધારાસભ્યોને ટેસ્ટિંગ કર્યાં બાદ જ પ્રવેશ અપાશે. ગૃહમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ પૂરતુ આયોજન કરાયું છે. વિધાનસભાના સત્ર દરમિયાન તકેદારીના ભાગરૂપે અરજદારો મુલાકાતીઓને પ્રવેશ અપાશે નહીં.

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું કે રાજ્યમાં કોરોના કાળના વિપરીત સંજોગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સરકારી સંકલ્પ રજૂ કરાશે. જે 24 વિધેયકો રજૂ થવાના છે તેમાં મુખ્યત્વે ગુંડા ધારા એકટ, પાસાના કાયદામાં સુધારો, ભૂમાફિયા એકટ અને મહેસૂલી સેવાના રજીસ્ટર એક્ટ અંગેના વિધેયકો પસાર કરીને જનહિત લક્ષી નિર્ણય લેવાશે.

તેમણે કહ્યું કે, આગામી તા.20મી સપ્ટેમ્બરના રોજ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળનાર છે. અધ્યક્ષ દ્વારા કોરોના સંદર્ભે લેવાયેલા પગલાં અંગે આ બેઠકમાં ધારાસભ્યોને માહિતી આપી તેને અનુસરવા માર્ગદર્શન અપાશે. તેમણે ઉમેર્યું કે, વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્ર દરમિયાન જરૂરિયાતવાળા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. મુલાકાતીઓને પ્રવેશ મળશે નહીં. અરજદારો પણ આ પાંચ દિવસ દરમિયાન વિધાનસભા આવવાનું ટાળે જેથી સંક્રમણ ફેલાય નહીં, ગૃહમાં પણ યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. અરજદારોએ પોતાની રજૂઆતો સચિવાલય સંકુલમાં કરી શકે તેવી વ્યવસ્થા માટે સુચના આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp