ગૌ માતાનું પાલન, પોષણ, સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધઃ નીતિન પટેલ

PC: Khabarchhe.com

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતોની આવક બમણી થાય તે માટે મક્કમ નિર્ધાર કરીને અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે સાત પગલા ખેડૂત કલ્યાણના નવીન યોજના અંતર્ગત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતીથી જીવામૃત બનાવવાની યોજના થકી રાજ્યના ખેડૂતો કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરીને દેશને નવો રાહ ચીંધશે.

મહેસાણા જિલ્લાના વિજાપુર તમાકુ માર્કેટ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેતી માટે દેશીગાય નિભાવ ખર્ચ સહાય યોજના તેમજ પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાના શુભારંભ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી પટેલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે ગુજરાતના નાગરિકો વતી શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યુ હતુ કે, વડાપ્રધાનના વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. રાજ્ય સરકારની આ નવી યોજના ખેડૂતો માટે આશિર્વાદરૂપ નીવડશે.

નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ હતું કે, ગૌ માતાનું પાલન, પોષણ, સંરક્ષણ અને સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સાત પગલાં કૃષિ કલ્યાણના યોજના અંતર્ગત આજે બીજા ચરણમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે નિભાવ ખર્ચ સહાય યોજના તેમજ પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના ખેડૂતો માટે નવી દિશા ખોલશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉમેર્યું હતું કે રાજ્યના 55 લાખ કરતાં વધુ ખેડૂત પરિવારના લાભાર્થે સરકાર દ્વારા વિવિધ યોજનાની અમલવારી થઇ રહી છે.કોરોનાના કપરા કાળમાં ખેડૂતોની મદદ માટે રાજ્ય સરકારના ખેડૂતલક્ષી સાતપગલાંથી ખેડૂતના સમૃધ્ધિના દ્વારા ખુલી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ગાય માતાનું પાલન, પોષણ અને સંવર્ધન માટે સરકાર દ્વારા બે પગલાં લેવાયા છે તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ગૌ સંવર્ધનના હિમાયતી છે તેમ જણાવ્યું હતું, .નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે રાસાયણિક ખાતર માટે ભારત સરકાર દર વર્ષે રૂ. 01 લાખ કરોડ કરતાં વધુ રકમ ખેડૂતોને સસ્તુ યુરિયા ખાતરમળી રહે તે માટે ખાતર કંપનીઓને આપે છે.

નાયબ મુખ્યમંત્રી ઉમેર્યું હતું કે રાજ્યના લાખો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ થકી રાજ્ય અને દેશના વિકાસમાં યોગદાન આપી સમૃધ્ધી મેળવી રહ્યા છે.માનવીના સ્વાસ્થયની સુરક્ષા માટે કૃષિ ક્ષેત્રે ફરી કુદરતને ખોળે જવા માટે પ્રાકૃતિક ખેતી તેનો ઉત્તમ વિકલ્પ છે. તેમણે ઉમેર્યુ હતું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેતી કુટુંબોને નિભાવ ખર્ચે પેટે માસિક રૂ.900 સહાય આપવામાં આવે છે.આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ પ્રદ્ધતિ જીવામૃત બનાવવા માટે દેશી ગાય ધરાવતા ખેડૂત ખાતેદારોને પ્રાકૃતિક કૃષિ કિટ આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ કીટમાં 200 લીટરનું ઢાંકણ વગરનું ડ્રમ, 10 લીટરના બે પ્લાસ્ટીકના ટબ અને10 લીટરની પ્લાસ્ટીકની ડોલ સહિતની કીટ આપવામાં આવે છે.

મહેસાણા જિલ્લામાં 9065 ખેડૂતોએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા કુટંબોને નિભાવ ખર્ચ સહાય માટે અરજી કરેલ છે. તેમજ પ્રાકૃતિક કૃષિ પ્રદ્ધતિ-જીવામૃત બનાવવા માટેની યોજનામાં 5236 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ છે.મહેસાણા જિલ્લામાં ખેત સહાય યોજના પેટે 46 કરોડ 43 લાખની સહાય અપાઇ છે. મહેસાણા જિલ્લાના ખેડૂતોને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએથી બેસ્ટ આત્મ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp