દાહોદ જિલ્લાના 1.89 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

PC: facebook.com/vijayrupanibjp

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહી પોષણ-દેશ રોશન’આહ્વાનને મૂર્તિમંત કરવા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22નો શુભારંભ કરવામાં આવનાર છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આગામી તા.23મી જાન્યુઆરી 2020ને ગુરૂવારના રોજ દાહોદ ખાતેથી આ અભિયાનનો રાજ્યવ્યાપી શુભાંરંભ કરાવશે.

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ દાહોદ ખાતે સવારે 10-00 કલાકે યોજાનાર આ સમારોહમાં આદિજાતિ વિકાસ, વન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવા, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મતી વિભાવરીબેન દવે, ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી બચુ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.

દાહોદ નગરમાં ઝાલોદ રોડ સ્થિત નવજીવન કોલેજના પટાંગણમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનાર પોષણ અભિયાન કાર્યક્રમમાં દાહોદ જિલ્લામાં રેડ ઝોનમાં રહેલા 4000થી વધુ બાળકોને સામાજિક ભાગીદારીથી પોષક વાલી આપવામાં આવશે. સરકારી અધિકારીઓ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ સહિત કુલ મળી 1047 પાલક વાલી બન્યા છે. આ પાલક વાલીઓ પોષણની દ્રષ્ટિથી બાળકોનું સતત મોનિટરિંગ કરશે.

આ ઉપરાંત, દાહોદ જિલ્લાની સુરક્ષા સવલતોમાં વધારો કરતા વિકાસ કામોનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે. જેમાં રૂ. 61.27 લાખના ખર્ચથી લીમખેડામાં નિર્મિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, રૂ. 81.26 લાખના ખર્ચથી બનેલા સાગટાળા પોલીસ સ્ટેશન, રૂ. 47 લાખના ખર્ચથી બનેલી ગુના શોધક શાખા-દાહોદની કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી પાલક વાલીનું સન્માન ઉપરાંત રન ફોર પોષણમાં વિજેતા ખેલાડીને રોકડ પુરસ્કારથી નવાજશે.

મહિલા અને બાળ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા મેગેઝિન સહિયર ગોષ્ઠિ અને ટેક હોમ રાશન રેસેપી બૂક, પોષણ અભિયાન કેલેન્ડરનું વિમોચન કરશે. તદ્દઉપરાંત, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબિલીટી અંતર્ગત આંગણવાડીના બાળકોને પોષણની દ્રષ્ટિએ દત્તક લેવા માટેનું ઓનલાઇન પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવશે.

રાજ્યના બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓના પોષણસ્તરને સુધારીને ‘સુપોષિત ગુજરાત’ના સંકલ્પને ચરિતાર્થ કરવાના આશયથી યોજાનારા આ રાજ્યવ્યાપી અભિયાનમાં સહભાગી થવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિ અને મહિલા-બાળ વિભાગના સચિવ-કમિશનર મનીષા ચંદ્રા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp