અમદાવાદ કેન્દ્રનો ઔદ્યોગિક કામદારો માટેનો સપ્ટેમ્બર-2019 માસનો ગ્રાહક ભાવાંક

PC: youtube.com

ઔદ્યોગિક કામદાર વર્ગ માટે અમદાવાદ કેન્દ્રનો સપ્ટેમ્બર-2019નો ગ્રાહક ભાવાંક ભારત સરકારના સિમલા ખાતેના શ્રમ બ્યુરોએ અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદારો માટે નક્કી કરાયો છે. જે અનુસાર સપ્ટેમ્બર-2019 માટેના પાયાના વર્ષ (2001)ને 100 પર આધારિત ગણતરી કરેલ ગ્રાહક ભાવાંક 298 આંકને 1982ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે 4.62ના સાંકળતા આંકથી ગુણતાં અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (1982=100)=1376.76 થાય છે.

આ આંકને 1960ના પાયાના વર્ષમાં રૂપાંતરિત કરવા માટે 4.78ના સાંકળતા આંકથી ગુણતા અમદાવાદ કેન્દ્રના ઔદ્યોગિક કામદાર માટે ગ્રાહક ભાવાંક (1960=100)=6580.91 થાય છે. આ આંકને રાજ્ય સરકારે સ્વીકારેલ 3.17ના સાંકળતા આંકથી ગુણતાં રાજ્ય શ્રેણીના ઔદ્યોગિક કામદાર વર્ગ માટેનો માહે-સપ્ટેમ્બર-2019 મહિનાનો અમદાવાદ કેન્દ્રનો પાયાના વર્ષ (1926-27=100) પ્રમાણે ગ્રાહક ભાવાંક 20861.49 થાય છે, તેમ નાયબ શ્રમ આયુક્ત, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp