19મી ફેબ્રુઆરીએ વિધાનસભાનું સત્ર, 20મી એ બજેટ રજૂ થશે

PC: hindustantimes.com

ગુજરાત સરકારનું 2018-19ના વર્ષનું સામાન્ય બજેટ 20મી ફેબ્રુઆરીના રોજ જાહેર થશે. આ બજેટ નાણામંત્રી નિતીન પટેલ રજૂ કરશે. 14મી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મીએ ફેબ્રુઆરીએ શરૂ થશે અને 31મી માર્ચે પૂર્ણ થશે.

જો કે એ પહેલાં 23મી જાન્યુઆરીએ એક દિવસનું વિધાનસભાનું સત્ર મળશે અને તેમાં ચૂંટાયેલા તમામ ધારાસભ્યોના શપથ લેવાશે.

2017ની વિધાનસભાની ચૂંટણી પછી પહેલીવાર 23મીએ સત્ર મળી રહ્યું છે જેમાં પ્રોટેમ સ્પિકર તરીકે નિમાબેન આચાર્યની વરણી કરવામાં આવી છે. જો કે તેઓ એક દિવસ પૂરતાં સ્પિકર છે. સરકાર ઇચ્છે તો તેમને પૂર્ણ સમયના સ્પિકર બનાવી શકે છે.

સ્પિકર પદ માટે સરકાર પાસે ત્રણ નામ છે જેમાં ટોચ પર નિમાબેન આચાર્યનું નામ છે. બીજાક્રમે બાબુભાઇ બોખિરીયા આવે છે અને ત્રીજાસ્થાને રાજેન્દ્ર ત્રિવેદી છે. ગુજરાતમાં આ વખતે વિરોધપક્ષ મજબૂત છે તેથી સરકાર તેનું ધાર્યુ નિશાન પાર પડાવી શકે તેમ નથી. રૂપાણી સરકાર વિપક્ષને ઇગ્લોર કરી શકે તેમ નથી.

વિપક્ષના નેતા પરેશ ધાનાની છે. યુવાન છે. તેમની સાથે યુવાનોની ટીમ છે. જીજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને લલીત વસોયા જેવા તોફાની ધારાસભ્યો પણ વિપક્ષમાં છે. વિપક્ષ આ વખતે વિધાનસભાના ઉપાધ્યક્ષની માગણી પણ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp