હાર્દિકનું ટ્વીટ, ભાજપ સરકાર ચૂંટણી માટે અસક્ષમ છે

PC: facebook.com/HardikPatel.0fficial

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં અનુસંધાનમાં ગુજરાત સરકારે ચૂંટણીમાં જે કારણો આપ્યા છે તેની ચર્ચા ચોમેર થઈ રહી છે. ગુજરાત સરકાર બનાસકાંઠા પુરને લઈ કહ્યું છે કે બનાસકાંઠામાં પુરના કારણે થયેલી ખાના-ખરાબીનાં ઘણા કામ કરવાનાં બાકી છે, જેથી કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પાછી ઠેલવવામાં આવે.

ગુજરાત સરકારની ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવેલી આ રજૂઆતનાં અનુસંધાને પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરી ગુજરાતની ભાજપ સરકાર સામે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.

હાર્દિકે ટ્વીટ કરી કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી લડવા ભાડપ હાલ તૈયાર નથી, મતલબ કે અસક્ષમ છે. હંસી આવી રહી છે. હા..હા.હા..હા..મોદીજી વાંરવાર ગુજરાત આવી રહ્યા છે. શું ભાજપ નર્વસ છે.

અત્રે નોંધનીય છે પાછલા ત્રણ મહિનામાં પીએમ મોદી 4 વાર ગુજરાત આવી ગયા છે. જ્યારે 22 ઓક્ટોબર અને બીજી નવેમ્બરે ફરી પાછા ગુજરાત આવવાનાં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ પાછી ઠેલવવા માટે ગુજરાત સરકારે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. આ રજૂઆતને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ ભાજપની હતાશા સાથે સરખાવી છે. વિપક્ષનું કહેવું છે કે ભાજપને હાર દેખાઈ રહી છે માટે ગુજરાતની ચૂંટણીની તારીખ લંબાવવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp