અમદાવાદમાં દિવાળી પહેલા આતંકી હુમલાની પોલીસે ચેતવણી આપી, અનેક જગ્યાએ ચેકિંગ શરૂ

PC: Twitter.com

મહાનગર અમદાવાદમાં દિવાળી પહેલા આતંકી હુમલો થઈ શકે છે. એવી ચેતવણી અમદાવાદ પોલીસે આપી છે. અમદાવાદના મોલ, સિનેમા માર્કેટ અને ભીડવાડી જગ્યા પર સાવચેતી રાખવાની જરૂર છે. અમદાવાદમાં તા.18 ડિસેમ્બર સુધી હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશર સંજય શ્રીવાસ્તવે આ મામલે પોલીસ ટીમે ને એલર્ટ રહેવા ખાસ સૂચના આપી છે.

આ પહેલા આસામના મહાનગર માં આતંકી હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. પાકિસ્તાનના આતંકી સંગઠન અથવા અલકાયદા હુમલો કરે એવી ચેતવણી અપાઈ હતી. આસામ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી હાઈ એલર્ટ જાહેર કર્યું હતું. અમદાવાદમાં આતંકી દહેશતને લઈ એલર્ટ જાહેર કરાયું છે. પોલીસને સઘન ચેકિંગનો આદેશ અપાયો છે. ખાસ કરીને શહેરમાં આવતા એન્ટ્રી પોઇન્ટ પર તપાસ ચાલું કરી દેવામાં આવી છે. પોલીસ કમિશનરે શૉપિંગ મોલ, મલ્ટિપ્લેક્સને અલર્ટ રહેવા માટે કહ્યું છે. હાલ અમદાવાદમાં પોલીસને સઘન ચેકિંગનો આદેશ અપાયો છે. ત્યારે શહેરના તમામ નાગરિકોને પણ અલર્ટ રહેવા સૂચન કરાયું છે. ખાસ કરીને શહેરની અંદર આવેલા મોલ અને મલ્ટિપ્લેક્સમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક બાજુ તહેવારની સીઝન નજીક આવી રહી છે. એવામાં આતંકી આકાઓ સક્રિય થયા હોવાના ઈનપુટ સુરક્ષા એજન્સીઓને મળ્યા છે. આ પહેલા રાજધાની દિલ્હીમાંથી એક આતંકી ઝડપાયો ત્યારે સમગ્ર દિલ્હીમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું હતુ. અમદાવાદ શહેરના એરપોર્ટ પર ખાસ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

 

દરેક પ્રવાસીઓના સામાનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાના કારણોસર અમદાવાદ એરપોર્ટ આવતા દરેક પ્રવાસીઓએ ફ્લાઈટના સમય કરતા ત્રણ કલાક પહેલા આવવા સૂચના આપવામાં આવી છે. દિવાળીનો સમય નજીક આવતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ હવાઈ યાત્રા કરતા હોય છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચેકિંગ વ્યવસ્થિત થાય એ માટે પ્રવાસીઓને વહેલા એરપોર્ટ પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદમાં મોબાઈલ અને સીમકાર્ડ વેચાણ અંગે પણ ખાસ નિયમ જાહેર કરેલા છે. જેમાં નામ અને સરનામા સહિત અન્ય વિગત ત્રણ વર્ષ સુધી સાચવી રાખવાની રહેશે. આ ઉપરાંત ઓળખપત્ર, રહેઠાણ સહિતના દસ્તાવેજનું રજીસ્ટર મેઈનટેન કરવાનું રહેશે. આ ઉપરાંત ડેટા લોક એ કરપ્ટ ન થાય એની પણ જવાબદારી દુકાનદારની રહેશે.

 

આ ઉપરાંત સાયકલ તથા બેટરીથી ચાલતા વાહન વેચનારને પણ આદેશ આપ્યા છે. ખરીદનારને બીલ આપવું પડશે. ઓળખપત્ર અને યોગ્ય પુરાવા જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત ખરીદનારનું સરનામુ, મોબાઈલ નંબર, ગાડી નંબર લખવાનો રહેશે. જે નિયમ 60 દિવસ સુધી અમલી રહેશે. જ્વેલર્સ શૉ રૂમ, શોપિંગ મોલ્સ, સિનેમા, પાર્કિંગ વ્યવસ્થા, રેસ્ટોરાં, બોર્ડિંગ, ધર્મશાળા, પેટ્રોલ પંપ, પાવરહાઉસ જેવી જગ્યાઓના સીસીટીવી ફુટેજ સાચવવાના રહેશે. સીસીટીવી એક્ટિવ રાખવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp