પરિણીતાએ પગ ગુમાવ્યા, પતિના બીજા લગ્નની મંજૂરી માટે સાસરિયા દબાણ કરતા

PC: youtube.com

પતિ અને પત્ની વચ્ચેના ઝઘડાના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવે છે ત્યારે વડોદરામાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો તેમાં પતિએ પત્ની પાસેથી બીજા લગ્ન કરવા માટેની મંજૂરી માગીં હતી. કારણ માત્ર એટલું જ હતું કે, પત્ની લગ્ન પછી અકસ્માતની ઘટનામાં દિવ્યાંગ થઇ ગઈ હતી, જયારે પરિણીતાના મામા તેને મળવા વડોદરા આવ્યા ત્યારે સાસરીયાઓએ પરિણીતાને મળવા નહીં દેતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પરિણીતાએ પતિને બીજા લગ્ન કરાવવા માટે મજૂરી આપવા સાસરીયાઓ દબાણ કરતા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.

રિપોર્ટ અનુસાર વડોદરાના કારેલીબાગમાં આવેલા અંબાલાલ પાર્કમાં રહેતી રહેતા જયેશ ચંડાલિયા નામના યુવકના લગ્ન શિલ્પા સાથે થયા હતા. સાત વર્ષ પહેલા શિલ્પા તેના જેઠની સાથે કારમાં જઈ રહી હતી તે સમયે કારનો અકસ્માત થતા શિલ્પાએ તેના બંને પગ અકસ્માતમાં ગુમાવ્યા હતા. અકસ્માતમાં વિકલાંગ થયેલી પરિણીતાનું ત્રણ વર્ષ સાસરીયાઓ બરાબર ધ્યાન રાખ્યું હતું અને ત્યારબાદ પરિણીતાનું ધ્યાન રાખવામાં આવતું નહોતું. જેથી શિલ્પા તેના મામાના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી.

મામાના ઘરે હતી ત્યારે શિલ્પાના જેઠે તેને વોટ્સએપ પર ત્રણ પાનાના લખાણ વાળો એક પત્ર મોકલ્યો હતો અને આ પત્ર વાંચીને શિલ્પા સાસરીયે રહેવા માટે આવી ગઈ હતી. જેઠે મોકલેલા ત્રણ પાનાના લખાણમાં જણાવ્યું હતું કે, 'મારો સાત વર્ષ પહેલા રાજસ્થાનમાં અકસ્માત થયો હતો ત્યારબાદ આજ દિન સુધી ચાલી શકતી નથી. હું શિલ્પા ચંડાલિયા મારા પતિને બીજા લગ્નની પરવાનગી મારા હોશ હવાસમાં કોઈના પણ દબાણ વગર મંજૂરી આપી રહી છું. પણ મને વડોદરામાં અલગ મકાન ઉપલબ્ધ કરાવવામાં આવે, માસીક ખર્ચ આપવામાં આવે અને સાસરીયાઓ દ્વારા આપવામાં આવેલી રકમનો દુરુપયોગ કરુ અને મારો હાલનો સ્વભાવ નહીં સુધરે તો ચંડાલિયા પરિવાર તરફથી મને મળતી સુવિધા બંધ થઇ જશે. જેના માટે ચંડાલિયા પરિવાર દોષિત નહીં ઠરે.

પત્રમાં વધુમાં લખ્યું હતું કે, જય સુંદરલાલ ચંડાલિયાની આગળની જીંદગીમાં મારી કોઈ દખલગીરી થશે નહીં, તેની ખાતરી આપું છું. મારા સગાભાઈ વિશાલ અને દિલીપ મહેતાના 14 વર્ષથી કોઈ સંબંધ નથી તેથી મારા સ્વ પિતા દિલીપ મહેતા અને મારા ભાઈઓને મારા કિસ્સામાં કોઈ લેવાદેવા નથી.'

આ પ્રકારનું લખાણ મળ્યા પછી શિલ્પા સાસરીયામાં ગઈ હતી અને ત્યારબાદ તેના મામા સાસરીયામાં સમાધાન કરાવવા માટે આવ્યા હતા ત્યારે સાસરીયાઓએ તેમને શિલ્પાને મળવા દીધા નહોતા. તેથી સમગ્ર મામલો વડોદરાના કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp