અમદાવાદમાં કોરોના યોદ્ધા ડૉક્ટર અને મેડિકલ સ્ટાફને એક વ્યક્તિએ 3 બાઇકની ભેટ આપી

PC: news18.com

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ કહેવાતા ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ સતત કોરોના પોઝિટિવ દર્દીઓની વચ્ચે રહી દર્દીઓને સાજા કરવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. દર્દીની સારવાર કરતા સમયે ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોના વોરિયર્સને પ્રોત્સાહન આપવા માટે એક મોટર ડીલર દ્વારા અમદાવાદની કિડની હોસ્પિટલમાં ફરજ બજાવતા હોસ્પિટલ સ્ટાફને ત્રણ ટુ વ્હીલ ભેટમાં આપી કોરોના વોરિયર્સને પ્રોત્સાહિત કર્યા હતા.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં હીરો મોટર્સ કંપની સાથે સંકળાયેલા શક્તિ મોટર્સના ડીલર શિરીષકુમાર ગર્ગને અમદાવાદની કિડની હોસ્પિટલમાં રાત દિવસ એક કરી કોરોનાના દર્દીઓની સારવાર કરી દર્દીઓને સ્વસ્થ કરતાં ડૉક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફને પ્રોત્સાહિત કરવાનો વિચાર આવ્યો. જેથી તેમને ડૉક્ટરની સેવાથી આકર્ષાય મેડિકલ સ્ટાફને ત્રણ ટુ વ્હીલ ભેટમાં આપવાનો નિર્ણય કર્યો હતો. અને તેમને ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના હસ્તે કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડૉક્ટર વિનીત મિશ્રાને ત્રણ ટુ વ્હીલ માટે ભેટમાં આપી હતી. આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વિધાનસભાના પ્રભારી અને સ્થાનિક કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બાબતે શિરીષકુમાર ગર્ગે જણાવ્યું હતું કે, મને એવો વિચાર આવ્યો કે, મને કદાચ કોરોના થયો હોત તો મેં બચવા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરી નાખ્યા હોત પરંતુ મને એવું થયું કે, કોરોના યોદ્ધા એવા ડૉક્ટર નર્સ અને મેડિકલ સ્ટાફની પાછળ કોણ પૈસા વાપરે એટલા માટે મને કોરોના વોરિયર્સની મદદ કરવા માટે ત્રણ ટુ વ્હીલ ભેટમાં આપવાનો વિચાર આવ્યો એટલે મેં કિડની હોસ્પિટલના મેડિકલ સ્ટાફ માટે ત્રણ ટુ વ્હીલ ભેટમાં આપવાનો નિર્ણય કર્યો. હું છેલ્લા એક વર્ષથી કિડની હોસ્પિટલ સાથે જોડાયેલો છું અને અહીંની ટીમની કામગીરી ખૂબ જ સરસ છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે કોરોના વોરિયર્સને પણ મદદ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનમાં સ્થાનિક લોકો દ્વારા કોરોના વોરિયર્સ સાથે ઘર્ષણ કરવામાં આવ્યુ હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. તો કેટલાક જગ્યા પર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર અને નર્સનું ફૂલોના હાર પહેરાવી અથવા તો ફૂલ વર્ષા કરી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે પરંતુ ગુજરાતમાં પહેલો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોરોના વોરિયર્સની સેવાને જોઈને તેઓને આ પ્રકારની કોઈ વ્યક્તિ દ્વારા ભેટ આપવામાં આવી હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp