કોરોનાકાળમાં અ'વાદથી હનીમૂન માટે ગયા બેંકોક, પત્નીને દારૂ પીવાની ના પાડતા માર..

PC: thespiritsbusiness.com

લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે નાની મોટી વાતને લઈને તકરાર થતી હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. તો કેટલાક કિસ્સાઓ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોવાનું પણ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.

એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેને પતિ સામે આક્ષેપ કર્યો હતો કે તે પતિ સાથે જ્યારે હનીમૂનમાં ગઈ હતી ત્યારે તેને પતિએ દારૂ પીવડાવ્યો હતો પરંતુ દારૂ પીવાની ના પાડતા પતિએ હનીમૂનમાં તેને માર માર્યો હતો.

આ ઉપરાંત સાસરિયાઓએ કોરોનાની મહામારી વચ્ચે પૈસા લાવવાનું કહ્યું અને પૈસા લાવવા ના પાડતા તેઓ ત્રાસ આપવા લાગ્યા હતા. જેથી આ બાબતે પરિણીતાએ અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નારાયણ નગર રહેતી યુવતીના લગ્ન વર્ષ 2020માં અમદાવાદના પ્રથમ નગરમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના 15 દિવસ બાદ તેઓ હનીમૂન કરવા માટે બેંગકોક ગયા હતા. બેંગકોકમાં હોટલમાં પતિએ પરિણીતાને દારૂ પીવા માટે કહ્યું હતું પરંતુ પરિણીતાએ દારૂ પીવાની ના પાડતા પતિએ પરાણે પરણિતાને દારૂ પીવડાવ્યો હતો.

પરિણીતાએ કહ્યું હતું કે હું દારૂ પીતી નથી. તેથી આ વાતને લઈને હોટલમાં જ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં ઉશ્કેરાયેલાં પતિએ પત્નીને માર માર્યો હતો.

આ ઘટનાના બીજા દિવસે જ્યારે પરિણીતાએ તેના સાસુ-સસરાને પતિના આવા વર્તન બાબતે ફરFયાદ કરી ત્યારે સાસુ-સસરાએ કહ્યું હતું કે મારો દીકરો ક્યારે મારે નહીં. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે તે પતિને માર્યો છે. આ ઘટનાના થોડા દિવસ બાદ સાસરિયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ આપવામાં આવતો હતો.

તેઓ એવું કહેતા હતા કે તું કઈ લાવી નથી અને લોકડાઉનના સમયમાં સાસરિયાઓ પરિણીતાને તેના પિયરમાંથી દોઢ લાખ રૂપિયા લઈ આવવાનું કહેતા હતા પરંતુ પરિણીતા પૈસા ન લાવતી હોવાના કારણે સાસરિયાઓએ તેને માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. આ ઉપરાંત નણંદ પણ ઘરકામ બાબતે તેને હેરાન પરેશાન કરી રહી હતી.

સાસરિયામાં પરણિતા જે સમય બીમાર થઈ હતી ત્યારે તેને અમદાવાદના ઉસ્માનપુરા ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરિણીતા જ્યારે સાસરે ગઈ ત્યારે પતિએ પરિણીતાને કહ્યું હતું કે, તું વધારે બીમાર રહે છે. જ્યાં સુધી તારી તબિયત સારી ન થાય ત્યાં સુધી માતા-પિતાના ઘરે જતી રહે.

આટલું કહ્યા બાદ બાદ પતિ પરિણીતાને તેના પિયર મૂકી આવ્યો હતો અને આ પ્રકારના ત્રાસના કારણે પરિણીતા કંટાળી ગઈ હતી અને અંતે તેને અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp