અમદાવાદમાં ઓવૈસીની AIMIMની એન્ટ્રી, આ 7 બેઠકો પર જીત મેળવી ગુજરાતમાં એન્ટ્રી કરી

PC: ndtv.com

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકામાં ભાજપની સત્તા આવી છે. પણ આ ચૂંટણીમાં મહત્ત્વની વાત એ હતી કે, અસુદ્દીન ઔવેસી અને આમ આદમી પાર્ટી પણ મેદાને આવી હતી. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને અસુદ્દીન ઔવેસીની પાર્ટીને પગ મુકવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદમાં અસુદ્દીન ઔવેસીની પાર્ટીને 7 બેઠક મળી છે. તો સુરતમમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી છે.

અમદાવાદમાં 7 બેઠક કબજે કરતા ગુજરાતમાં AIMIMની એન્ટ્રી થઇ ગઈ છે. અમદાવાદમાં AIMIMએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના જમાલપુર વોર્ડમાં AIMIMની 4 સભ્યોની આખી પેનલ વિજેતા બની છે અને મકતમપુરા વોર્ડમાંથી 3 બેઠક જીતવામાં AIMIMનને મોટી સફળતા મળી છે. અમદાવાદમાં કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન રહ્યું હોવાના કારણે શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે શહેર કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામુ ધરી દીધું છે.

અમદાવાદમાં ભાજપને 165 સીટ મળી છે અને કોંગ્રેસના ભાગે 15 બેઠક આવી છે, તો અન્ય 9 બેઠક વિજેતા બન્યું છે. આ 9 બેઠકમાંથી અસુદ્દીન ઔવેસીની પાર્ટીએ 7 બેઠક પર કબજો કર્યો છે. મહત્ત્વની વાત છે કે, આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકાની 27 બેઠકો પર કબજો કર્યો છે પણ અમદાવાદના એક પણ સીટ મેળવી શકી નથી. પણ અમદાવાદમાં આમ આદમી પાર્ટી નહીં તો કઈ નહીં પણ ત્રીજા પક્ષ તરીકે AIMIMએ 7 સીટ મેળવીને અમદાવાદ મહાનગરપાલિકામાં એન્ટ્રી કરી છે. મહત્ત્વની વાત છે કે, AIMIMની એન્ટ્રીના કારણે ભાજપને કોઈ ફરક પડ્યો નથી કારણ કે, ભાજપના ગઢમાંથી એક પણ બેઠક ઓછી થઇ નથી પણ કોંગ્રેસના ગઢમાં અસુદ્દીન ઔવેસીએ ગાબડું પાડ્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp