અમદાવાદમાં વિકાસના કામોને વેગ આપવા મેયરે માત્ર BJPના કોર્પોરેટરોની મિટિંગ બોલાવી

PC: facebook.com

અમદાવાદમાં વિકાસના કામોને વધારે વેગ આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના મેયર બીજલ પટેલની આગેવાનીમાં અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના કોર્પોરેટરોની એક બેઠક યોજાઈ હતી. પણ આ સમીક્ષા બેઠકમાં મહત્ત્વની વાત એ હતી કે, બેઠકમાં હાજરી આપવા માટેનું આમંત્રણ માત્રને માત્ર ભાજપના કોર્પોરેટરોને જ આપવામાં આવ્યું હતું. વિકાસના કામને ગતિ આપવા માટે ભાજપના જ કોર્પોરેટરો સાથે બેઠક કરવામાં આવતા ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે. આ બેઠકમાં મેયરની સાથે-સાથે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરની પણ હાજરી હતી.

આ બેઠક બાબતે મેયર બીજલ પટેલે જણાવ્યું હતું કે, નગરજનોને પડતી તકલીફ, તેમના પ્રશ્નોની રજૂઆત કરવા માટે અને પ્રશ્નોના નિરાકણ માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોર્પોરેટરોએ તેમને પડતી તકલીફ અને જે પણ કામોને વેગ આપવાનો છે તે તમામ બાબતોની રજૂઆત કરી હતી.

માત્ર ભાજપના કોર્પોરેટરોને બોલાવવા બાબતે તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ખાલી ભેગા થવું, મિટિંગ કરવી અને પ્રશ્નોની રજૂઆત કરવાનો આશય નહોતો. આ મિટિંગથી કામને વેગ આપવાની વાત છે. આપણે સૌ જાણીએ છીએ કે, બજેટ સમય હોય કે સામાન્ય સભા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તમામ કોર્પોરેટરો હાજર હોય છે, પણ ત્યારે ખાલી પક્ષાપક્ષીની વાત હોય છે અને એકબીજા પર આરોપોની વાત હોય છે. આગામી દિવસમાં કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટરોની પણ એક મિટિંગ બોલાવવાના છીએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp