અમદાવાદઃ ઘરે ટ્યુશન જતી ધો.9ની વિદ્યાર્થિની સાથે શિક્ષિકાના પતિએ દુષ્કર્મ કર્યું

PC: news18.com

રાજ્યમાં એક તરફ કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. તો બીજી તરફ ક્રાઇમની ઘટનાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક બળાત્કારની ઘટના સામે આવી છે. આ ઘટના એક વર્ષ પહેલાની છે પરંતુ વિદ્યાર્થિની પર દુષ્કર્મ થયું હોવાની જાણ પરિવારના સભ્યોને એક વર્ષ પછી થતા તેમને મહિલા શિક્ષિકાના પતિ સામે પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક મહિલા પોતાના ઘરે ટ્યુશન ચલાવતી હતી. મહિલા પાસે વિદ્યાર્થિનીઓ પણ અભ્યાસ કરવા માટે આવી રહી હતી. ટ્યુશન ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની દર રવિવારે પરીક્ષા લેવામાં આવે છે અને આ જ કારણોસર એક વર્ષ પહેલા રવિવારના રોજ મહિલા શિક્ષિકાએ વિદ્યાર્થીઓને પરીક્ષા લેવા માટે બોલાવ્યા હતા. રવિવારે મહિલા શિક્ષિકાના પતિએ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી અને ત્યારબાદ પરીક્ષા પૂર્ણ થતા શિક્ષિકાના પતિએ બધા વિદ્યાર્થીઓને ઘરે જવા માટે જણાવ્યું હતું પરંતુ ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને ઘરે ન જવાનું કહ્યું હતું અને તેને ટ્યુશન ક્લાસ પર જ રોકી દીધી હતી.

બધા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ પરથી ચાલ્યા ગયા બાદ મહિલા શિક્ષિકાના પતિએ આ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ વાતની જાણ કોઈને ન કરવા માટે પણ ધમકી આપી હતી. ધોરણ 9ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શિક્ષકનું નામ જગદીશ ઘેલાણી છે. આ ઘટનાના એક વર્ષ બાદ વિદ્યાર્થિનીએ પરિવારના સભ્યોને વાત કરી હતી. દીકરી પર દુષ્કર્મ થયુ હોવાની માહિતી મળતા માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પરંતુ નરાધમ શિક્ષકને તેને કરેલા કર્મોની સજા મળે એટલા માટે વિદ્યાર્થિનીના માતા-પિતાએ તાત્કાલિક નિકોલ પોલીસ સ્ટેશનમાં મહિલા શિક્ષિકાના પતિ જગદીશ સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે મહિલા શિક્ષિકાના પતિ વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે.

પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી છે કે, આ નરાધમ જગદીશે આ એક વિદ્યાર્થિની સાથે જ આવું ગંદુ કામ કર્યું છે કે પછી અન્ય વિદ્યાર્થિનીઓ સાથે પણ તે આવી હરકત કરી ચૂક્યો છે. આ બધી માહિતી પોલીસની તપાસ પછી જાણવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp