ગુજરાતમાં રવિ કિશન કહે- ભાજપ 150 બેઠક જીતશે, આપને લુંટારું પાર્ટી કહી

PC: khabarchhe.com

મેઘરજ ખાતે 30 ભિલોડા વિધાનસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર પી.સી.બરંડાના ચૂંટણી પ્રચાર અર્થે ઉત્તરપ્રદેશના ગોરખપુર સાંસદ તેમજ ફિલ્મ અભિનેતાએ મેઘરજ ખાતે ચૂંટણી સભા યોજી હતી. આ સભામાં તેમણે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપ 150 બેઠકો સાથે સત્તા પર આવશે. આપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા મફતમાં લેવા વાળી નથી, મફતની વાતો ફોગટની છે.

તેમણે કહ્યું કે, જો બધું મફત હોય તો આપના દિલ્હીના કાર્યાલયમાં પાર્ટીના જ કાર્યકરોને કેમ માર્યા? કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધીને મોદી પ્રિય છે. આ વખતે રસ્તા પર યાત્રા કાઢી એટલે એમણે પણ આ દેશનો વિકાસ જોયો છે. એટલે ગુજરાતની આ ચૂંટણીમાં 2024ની મોદીની ચૂંટણી હોય એમ લોકો મતદાન કરશે અને 150 સીટો સાથે ગુજરાતમાં ભાજપ સત્તા મેળવશે.

આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા રવિ કિશને તિહાડ જેલમાં બંધ નેતાને આડેહાથ લીધા હતા અને આમ આદમી પાર્ટીની લૂંટારૂ પાર્ટી ગણાવી દીધી હતી, તેમણે ભાજપ સરકારની વિવિધ કામગીરીના લેખાજોખા લોકો સમક્ષ રજૂ કર્યા હતા અને ફિલ્મી અંદાજમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp