અમદાવાદીઓ માટે શિરડી જવું બનશે સરળ, ફ્લાઈટ થશે શરૂ, જાણો કેટલું હશે ભાડું

PC: khabarchhe.com

અમદાવાદથી શિરડી જવું ભાવી ભક્તો માટે સરળ બનશે. અમદાવાદથી નાસિકની ફ્લાઈટ શરુ થવા જઈ રહી છે. 3 હજાર ભાડામાં લોકો આ મુસાફરી કરી શકશે. ગુજરાતથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શિરડી જતા હોય છે. માર્ચ આસપાસના સમયગાળામાં આ ફ્લાઈટ શરુ કરવામાં આવશે. ફ્લાઈટ શરૂ થવાથી શિરડી સુધી પહોંચવા માટે વૈકલ્પિક માર્ગો કે રોડ-વે શોધવાથી મુક્તિ મળશે અને સમયની પણ બચત થશે. અમદાવાદથી અલાયન્સ એરની ફ્લાઈટ થોડા સમય પહેલા જ બંધ કરી દેવામાં આવી છે પરંતુ આ સુવિધાથી લોકો માટે મુસાફરી સરળ બનશે.

આ ફ્લાઈટ માટે અત્યારથી જ બુકિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. માર્ચથી શરૂ થતા ઉનાળાના શિડ્યુલમાં અમદાવાદથી નાસિકનીવચ્ચે આ સુવિધા માટે એરલાઈન્સ સિસ્ટમ પર બુકિંગ લોકો કરાવી શકે છે. એરલાઇન કંપનીઓ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને નવા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ કરી રહી છે. અગાઉ ટૂંકા ગાળા માટે સંચાલન કર્યા પછી કેટલીક ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી હતી. હવે અમદાવાદથી નાસિક ફ્લાઈટ શરુ થતા લોકોને રાહત મળશે.

- ફ્લાઈટનો ટેકઓફ ટાઈમ નાસિકથી બપોરે 3.45 વાગ્યેનો રહેશે સાંજે 5.25 વાગ્યે ફ્લાઈટ અમદાવાદ પહોંચશે.

- અમદાવાદ જનાર મુસાફરો માટે સાંજે 5.50 વાગ્યે ફ્લાઇટ 7.15 વાગ્યે નાસિક પહોંચશે.

3000 વન વેનું ભાડું રહેશે

ઇન્ડિગોએ અમદાવાદથી નાસિક સુધીની ફ્લાઇટ લગભગ રૂ. 3000ના વન વે ભાડા સાથે શરૂ કરી છે. આ એરક્રાફ્ટ 73 સીટરનું રહેશે. જે માટે અત્યારથી જ બુકિંગ શરુ થઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp