ભાજપના નેતાઓને જિજ્ઞેશ મેવાણીએ આપ્યો આવી રીતે જવાબ

PC: jignesh mevani

દલિત નેતા અને વડગામથી કોંગ્રેસનાં સમર્થનથી અપક્ષ ઉમેદવાર એવાં જિજ્ઞેશ મેવાણીએ ભાજપનાં આક્ષેપોનો રદિયો આપ્યો હતો. મેવાણીએ ભાજપ પર મતોનાં ધ્રુવીકરણનો આરોપ મૂકી સાંપ્રદાયિક કાર્ડ રમવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. વડગામમાં 14મી તારીખે મતદાન થવાનું છે.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી પાસેથી 50 હજાર રૂપિયાનો ચેક લેવા બદલ ભાજપ મારા પર સાંપ્રદાયિકતાનાં આધારે આરોપ મૂકી રહી છે. પરંતુ ભાજપે પોતાના નેતાનાં પુત્રની અપ્રમાણસર મિલ્કતમાં થયેલી વૃધ્ધિનાં કારણો આપવા જોઈએ અને ખુલાસો કરવો જોઈએ. સોશિયલ ડેમોક્રેટીક પાર્ટીની કોઈ આતંકી સંગઠન સાથે સાંઠગાંઠ છે તો આટલા વર્ષો સુધી કેમ આ પાર્ટી સામે ભાજપની સરકારે કોઈ કાર્યવાહી કે પગલા ભર્યા નથી. આ ઉપરાંત શા માટે ભાજપે આ પહેલા સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી માટે ચૂપકીદી ધારણ કરી હતી. ભાજપનાં નેતાઓ વાહિયાત આક્ષેપો કરી રહ્યા છે.

મેવાણીએ કહ્યું કે સોશિયલ ડેમોક્રેટીક પાર્ટીએ મને 50 હજાર રૂપિયાનો ચેક આપેલો છે. શું આને લઈને મારા પર ગંભીર આક્ષેપો કરવા યોગ્ય છે. 2014માં ભાજપે સત્તા હાસલ કર્યા બાદ તેમનાં નેતાનાં પુત્રની કંપનીના નાણા ભંડોળમાં મબલખ ઈજાફો થયો છે તે અંગે તેઓ કશું પણ બોલતા નથી. જોકે, ભાજપે પોતાના નેતા અને તેમના પુત્ર સામેનાં આક્ષેપોને ફગાવ્યા છે.

35 વર્ષીય મેવાણીએ કહ્યું કે ભાજપ ખોટી રીતે ટારગેટ કરી રહી છે, કારણ કે ચૂંટણીમાં તેમનો કોઈ એજન્ડા જ નથી. આવા પ્રકારના કાવાદાવાથી કામ ચાલશે નહી. ગુજરાતના લોકો જાણે છે કે જિજ્ઞેશ મેવાણી નિષ્કલંક અને પ્રમાણિક છે. મારી વિરુધ્ધ ભાજપનાં દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, આના પરથી જ સ્પષ્ટ થાય છે કે ભાજપના નેતાઓ કેટલા ગભરાયેલા છે.

તેમણે કહ્યું કે મને વિજયનો વિશ્વાસ છે. ગુજરાતમાં વિકાસનો મુદ્દો પાછળ ધકેલાઈ ગયો છે. ભાજપે ચૂંટણીનાં અંતિમ દિવસોમાં સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કર્યો છે, આ ભાજપની અસલિયત છે. મહિનાઓ સુધી વિકાસની વાતો કરી અને હવે મતદારોને ભ્રમિત અને ગેરમાર્ગે દોરવા સાંપ્રદિયક રંગે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp