બે મહિના બાદ પત્રકાર ચિરાગ પટેલનો મોબાઇલ ફોન મળી આવ્યો

PC: youtube.com

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલના રહસ્યમયી મોતના મામલે હજી પોલીસના કાર્યવાહીની રાહ જોવામાં આવી રહી છે ત્યારે 2 મહિના બાદ ચિરાગનો મોબાઇલ ફોન મળી આવ્યો હોવાની વાત સામે આવી છે. કઠવાડા ગામનો એક રહેવાસીને આ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેનું કહેવું છે કે જ્યાં ચિરાગ પટેલની સાથે આ દુર્ધટના થઇ હતી એ સ્થળેથી આ મોબાઇલ ફોન તેને મળ્યો હતો.

પોલીસે યુવકની પૂછપરછ કરી રહી છે અને જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે મોબાઇલ ફોન જે યુવક પાસે હતો તેનો ચિરાગ પટેલ સાથેનો સંબંધ છે કે નહીં. 

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીનું કહેવું છે કે યુવકે કહ્યું હતું કે ચિરાગની ગાડી પાસેથી તેનો ફોન મળી આવ્યો હતો અને તે ઉઠાવીને ચાલ્યો ગયો હતો.

મળતી માહિતી પ્રમાણે મોબાઇલ ફોનમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેવાયાં છે. ક્રાઇમ બ્રાન્ચે ફોનને તપાસ માટે FSLમાં મોકલી આપ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે કાર્યવાહી આગળ વધારી છે. ચિરાગ પટેલના ફોનમાંથી તમામ ડેટા ડિલીટ કરવાને લીધે હવે હત્યા થવાની આશંકા વધતી જાય છે. આ મામલે મીડિયા જગત સાથે સંકળાયેલા લોકોએ પહેલેથી જ હત્યની આશંકા દર્શાવી હતી. જો કે પોલીસે કેસને પ્રથમ દૃષ્ટિએ આત્મહત્યાનો ગણાવ્યો હતો. ચિરાગ પટેલના મૃત્યુ મામલે તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp