ડોલરની આવકનો મુદ્દો, જાણો ગિફ્ટ સિટીમાં લાયસન્સની બબાલ

PC: guidetogo.in

ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં ડોલર અને રૂપિયા અંગેનો વિવાદ ઉભો થયો છે. અહીં આવેલી વિદેશી બેન્કો અને ભારતીય બ્રોકરેજિસ તેમનું લાયસન્સ ગુમાવે તેવી સંભાવના છે, કારણ કે તેમણે રૂપિયા કરતાં ડોલરમાં વધુ આવક મેળવવી ફરજિયાત છે જે મુજબની કાર્યવાહી થઇ રહી નથી.

કેન્દ્ર સરકારે ગયા વર્ષે સ્પષ્ટતા કરી હતી કે ભારતીય કંપનીઓ કે વ્યક્તિઓને આપવામાં આવેલી સર્વિસ સામે ડોલરમાં મળેલી આવકને ગણતરીમાં નહીં લેવાય. તેથી ઘણી નાણાકીય સંસ્થાઓ હવે ગિફ્ટ સિટીમાં કામ કરવા માટે જરૂરી માપદંડનું પાલન કરી શકતી નથી જેની સ્થાપના સિંગાપોર અને હોંગકોંગ જેવા નાણાકીય સેન્ટર સાથે હરીફાઈ માટે કરવામાં આવી હતી.

ગિફ્ટ સિટીમાં પોતાની ઓફિસ શરૂ કરનાર મોટા ભાગની બેન્કો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ભારતીય એન્ટિટી અને વ્યક્તિઓને ડોલરમાં લોન આપતી હતી. તેઓ વિદેશી એન્ટિટીને ભાગ્યે જ કોઈ સર્વિસ આપે છે. તેવી જ રીતે ગિફ્ટ સિટીમાં ઓપરેટ કરતા મોટા ભાગના બ્રોકરેજિસ પણ ભારતીય ક્લાયન્ટને સર્વિસ આપે છે તથા પ્રોપ્રાઇટરી ટ્રેડિંગ કરે છે જેથી નોન-રેસિડન્ટ ક્લાયન્ટ તરફથી ભાગ્યે જ કોઈ આવક મળે છે.

ડોએચ્ચ જેવી વિદેશી બેન્કો અને એસબીઆઇ અને યસ બેન્ક જેવી સ્થાનિક બેન્કો પણ IFSC ગિફ્ટમાં કામ કરે છે. કેટલીક બેન્કો અને બ્રોકરેજિસે નાણા મંત્રાલયનો સંપર્ક કરીને તેમની પાસે રાહત માંગી છે. આ નિયમો સેઝ રૂલ્સ 2018 હેઠળ આવે છે અને મુખ્યત્વે આઇટી જેવા નિકાસલક્ષી બિઝનેસ માટે છે જે આ સેઝમાં કામ કરતા હોય. કેન્દ્ર સરકારે ભારતમાંથી નિકાસને ઉત્તેજન આપવા માટે 2,000માં સેઝની યોજના અમલમાં મૂકી હતી જેના હેઠળ વિશેષ ઔદ્યોગિક ક્લસ્ટર રચવાના હતા.

આ સેઝમાં પોતાની ઓફિસ શરૂ કરનારી કંપનીઓને ટેક્સ રાહત, કોમ્પ્લાયન્સની જરૂરિયાતમાં રાહત વગેરે છૂટછાટ આપવામાં આવી હતી. આઇએફએસસી ગિફ્ટની સ્થાપના પણ એક સેઝ તરીકે થઈ હતી જે નાણાકીય સેવાઓમાં સ્પેશિયલાઇઝેશન ધરાવે છે અને તેથી ગિફ્ટમાં કામ કરતી એન્ટિટીને પણ આ નિયમો લાગુ થાય છે.

હકીકતમાં રેગ્યુલર સેઝ અને આઇએફએસસી ગિફ્ટ વચ્ચે ફરક છે. ગિફ્ટ સિટીનો મુખ્ય હેતુ વૈશ્વિક નાણાકીય સેવાઓને આપણા દેશમાં લાવવાનો હતો જે સેવાઓ હાલમાં વિદેશમાંથી આપવામાં આવે છે. આવી જોગવાઈઓના કારણે કેટલાક વિદેશી પ્લેયર્સ માટે ગિફ્ટ સિટીમાં કામ કરવાનો રસ ઘટી જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp